Aapnu Gujarat
રાષ્ટ્રીય

યોગી રાજમાં કાયદો અને વ્યવસ્થા નષ્ટ થયાં છે : પ્રિયંકા

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં છેલ્લા થોડા દિવસથી બની રહેલી ઘટનાઓની આકરી ટીકા કરી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે યોગી આદિત્યનાથના રાજમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નષ્ટ થઇ ગયાં હતાં.
પ્રિયંકાએે કહ્યું કે યોગી અપરાધખોરી સામે કડક પગલાં લઇ રહ્યાં હોવાનો દાવો કરે છે પરંતુ જે કંઇ બની રહ્યું છે એ જોતાં તેમનો દાવો પોકળ અને વાહિયાત જણાય છે.
પંદર દિવસમાં ત્રણ મોટી ઘટના બની ગઇ જેમાં એેક પત્રકારને ધોળે દિવસે ઠાર કરવામાં આવ્યો. ગુંડાઓ મિડિયા પર પણ હુમલા કરી રહ્યા છે પરંતુ યોગી કશું કરતા નથી.હકીકત એ છે કે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા તંત્ર સંપૂર્ણપણે નષ્ટ થઇ ચૂક્યાં છે એેમ પ્રિયંકાએ કહ્યું હતું.
પ્રિયંકાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે પોલીસની બેદરકારીથી એક યુવાને જાન ગુમાવ્યો અને એના પરિવારે ૩૦ લાખ રૂપિયા પણ ગુમાવ્યા. પોલીસે મોટા મોટા દાવા કર્યા હતા પરંતુ લેબ આસિસ્ટન્ટ સંજીવ યાદવને બચાવી શકી નહીં. આ જ કાનપુરમાં વિકાસ દૂબે જેવા ગુંડાઓ છડેચોક મનમાની કરી રહ્યા છે.
પોલીસ અને અપરાધીઓને મીલીભગત હોય એેવી છાપ પડ્યા વિના રહેતી નથી.
પત્રકાર વિક્રમ જોશીની હત્યા વખતે ગાઝિયાબાદ પોલીસની લાપરવાહી સામે આવી હતી. ગુંડાઓએ સરેઆમ વિક્રમની હત્યા કરી હતી.તેમણે કહ્યું કે ભાજપ રામ મંદિરની વાતો કરે છે પરંતુ રામનું અયોધ્યા જે રાજ્યમાં આવેલું છે એ ઉત્તર પ્રદેશમાં રાવણ રાજ હોય એવી છાપ પડે છે. એ તરફ ભાજપ ધ્યાન આપતો નથી.
પ્રિયંકાએ ટ્‌વીટર પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને એવો આક્ષેપ કર્યો હતે કે ઘર હોય યા ઑફિસ હોય આમ આદમી પોતાને સુરક્ષિત સમજતો નથી.

Related posts

ऑटोमोबाइल्स से कहीं अधिक प्रदुषण होता है : सुप्रीम कोर्ट

aapnugujarat

जिसे मेरी सरकार गिरानी है गिराए, फिर देखता हूं मैं : ठाकरे

editor

ચિરાગ પાસવાનની એલજેપી અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી

editor

Leave a Comment

UA-96247877-1