Aapnu Gujarat
ગુજરાત

નવસારીમાં ૩ લેન ઓવરબ્રિજને મંજુરી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં થ્રી-લેન રેલ્વે ઓવરબ્રીજ બનાવવા માટે રૂ. ૧૧૪.પ૦ કરોડના કામોની મંજૂરી આપી છે. નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડના રૂટ પર લેવલ ક્રોસીંગ ૧ર૭ પર આ થ્રી-લેન ઓવરબ્રીજ માટે પ૦ ટકા ફાળો રાજ્ય સરકારનો અને પ૦ ટકા ફાળો કેન્દ્રો સરકારનો રહેશે.૧ર મીટર પહોળાઇના આ થ્રી-લેન ઓવરબ્રીજના નિર્માણથી નવસારી નગરની પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યા હળવી થશે. રેલ્વે ફાટક બંધ રહેવાને પરિણામે થતી ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. નવસારી અને વિજલપોર નગરપાલિકા વિસ્તારના અંદાજે બે લાખ જેટલા લોકો -નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે.એટલું જ નહિ, પગપાળા અવર-જવર કરતા લોકો માટે હયાત ફાટક નીચે એક રાહદારી અંડરપાસ પણ બનાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફાટક પર ટ્રેન હોય ત્યારે લાંબો સમય સુધી ઉભા રહેવું પડતું હતું. જેના કારણે લાંબો ટ્રાફીક જામની સમસ્યા સર્જાતી હતી. સમય પણ ખુબ જ બગડતો હતો.

Related posts

અમદાવાદનાં ૧૦ થિયેટરોમાં સઘન પોલીસ સુરક્ષા વ્યવસ્થા

aapnugujarat

કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા સુચવાયેલા ૪૯ ઇન્ડીકેટર્સ મુજબ મહત્વાકાંક્ષી (Aspirational) જિલ્લા તરીકે નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસની દિશામાં “ટીમ નર્મદા” કટિબધ્ધ

aapnugujarat

સુરત, વડોદરા સહિતના શહેરોમાં સ્વાઈનફ્લુનો સપાટો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1