Aapnu Gujarat
રાષ્ટ્રીય

પાકિસ્તાને કર્યો સંઘર્ષ વિરામનો ભંગ, પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘન

સરહદ પર પાકિસ્તાને ફરી એક વાર સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે. જમ્મૂ-કાશ્મીરના પુંછના ગુલપુર સેક્ટરમાં પાકિસ્તાને શુક્રવારે રાત્રે 9 વાગ્યે ને 20 મિનિટ આસપાસ સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો. પુંછના ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં 3 નાગરિકોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો છે.

પાકિસ્તાને ગત સપ્તાહે પણ LOC નજીક સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો. જેમાં 65 વર્ષની એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય એક મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી.

ઉલ્લેખનીય છે કે 2020માં પાકિસ્તાને 2300 વખત સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે. વર્ષ 2019માં 3168 વખત અને 2018માં 1629 વખત પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

Related posts

सड़क मंत्रालय राजमार्गों पर वन्यजीवों की सुरक्षित आवाजाही के लिए 1,200 करोड़ रुपए खर्च करेगा

editor

बिहार में फिर बढ़ाया गया लॉकडाउन

editor

બેંગ્લોરમાં લાઈવ સેક્સનો કારોબાર ઝડપથી ફેલાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1