Aapnu Gujarat
રમતગમત

કોર્સ પર પહોંચ્યા પછી, ટાઇગર વુડ્સે કહ્યું – આ તો એક અલગ જ દુનિયા છે

લિજેન્ડરી ગોલ્ફર ટાઇગર વુડ્સ, લાંબા સમય પછી જ્યારે તે પ્રથમ વખત ગોલ્ફ કોર્સ પર પહોંચ્યો ત્યારે તેને એક વાર એવું લાગ્યું કે જાણે તે કોઈ અલગ દુનિયામાં પહોંચી ગયો છે કારણ કે ત્યાં કોઈ પ્રેક્ષકો નહોતા અને નહોતો કોઈ પ્રકારનો અવાજ,માત્ર ચારેબાજુ સન્નાટો છવાયેલો હતો. પીજીએ ટૂર પરથી પરત આવ્યાને પાંચ અઠવાડિયા થયા છે અને તેમાં ઘણી નવી વસ્તુઓ જોવા મળી હતી પરંતુ તેમાં કઈ ગુમ થયુ હોય તો તે ટાઇગર વુડ્સ છે.

આ સ્ટાર ગોલ્ફર મંગળવારે મુરફિલ્ડ વિલેજમાં પહોંચ્યો હતો અને પાંચ મહિનામાં તેની પ્રથમ પીજીએ ટૂર માટે પ્રેક્ટિસ કરી હતી.જો કે વુડ્સએ માસ્ક પહેરેલુ હતું.વુડ્સની વપસીનો અર્થ એ નથી કે પરિસ્થિતિ સામાન્ય રહેશે,પરંતુ ટેલિવિઝન પર ગોલ્ફ જોનારાઓને હવે તેની ઉણપ વર્તાશે નહીં. આ ગોલ્ફરને ખબર હતી કે તેને કેવા વાતાવરણમાં રમવાનું છે જ્યારે કોઈ ફેન ન હોય ત્યારે કેટલું ખરાબ લાગે છે?

વુડ્સે કહ્યું, “આ એક સંપૂર્ણપણે અલગ દુનિયા છે, જ્યાં તમારું ધ્યાન ભટકશે નહીં,જ્યાં કોઈ અવાજ નહીં હોય, જ્યાં કોઈ રોમાંચ નહીં હોય, જ્યાં તે ઉર્જા નહીં હોય જે તમારા ફેન્સ તમારા સુધી પહોંચાડે છે.” તે એક અલગ દુનિયા છે જેમાં ફક્ત મૌન જ છે. ”પીજીએ ટૂરની 11 જૂને વાપસી થઈ હતી પરંતુ બધી ટૂર્નામેન્ટ્સ દર્શકો વિના રમવામાં આવી છે. વુડ્સે આમાં ભાગ લીધો ન હતો. તેણે 16 ફેબ્રુઆરીએ રિવેરામાં તેની છેલ્લી પીજીએ ટૂર ટૂર્નામેન્ટ રમી હતી જેમાં તેણે 77 નું કાર્ડ રમ્યું હતું અને તે છેલ્લા સ્થાન પર રહ્યા હતા.

Related posts

हार के बाद बोले कोहली – हमें ड्राइव करने के लिए एक भी बॉल नहीं मिली

editor

कोपा अमेरिका फुटबॉल टूर्नामेंट : चोट के चलते QF से बाहर हुए फर्नांडिन्हो

aapnugujarat

जन्म दिन पर बोले प्रधानमंत्री मोदी- नर्मदा का पानी सिर्फ पानी नहीं सोना है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1