Aapnu Gujarat
ગુજરાત

સોમનાથમાં સ્વચ્છતા અભિયાન શરૂ

શ્રાવણ પહેલા સોમનાથ મંદિર અને તેની આસપાસ સઘન સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મંદિર સહિત આસપાસનો વિસ્તાર પણ સંપૂર્ણ સ્વચ્છ રહે તે માટે ન્યુટેક ગ્રૃપ દ્વારા હાઇટેક સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. પવિત્ર શ્રાવણ માસ થોડા દિવસ બાદ શરૂ થવાનો છે ત્યારે સોમનાથ દાદાને શ્રાવણ માસની અનોખી ભેટ આપવામાં આવી છે. ગુજરાત યાત્રાધામ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ન્યુટેક ગ્રુપને સોંપવામાં આવેલી કામગીરીને માઇક્રો પ્લાનિંગની હાઇટેક સુવિધા દ્વારા મંદિર સહિતની આજુબાજુનો વિસ્તાર પણ સ્વચ્છતાથી સજજ રહેશે. સોમનાથ મહાદેવ મંદિર સ્વચ્છ રહે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ છેલ્લાં ચાર વરસથી કાર્યરત છે જે અંગે ન્યુટેક ગ્રુપને હાલ આ અંગેની કામગીરી સોંપવામાં આવી છે જેમાં સમસ્ત ગુજરાત હેડ પ્રવિણ બરનાલના માર્ગદર્શન હેઠળ નરેશ ચૌહાણની દેખરેખ હેઠળ સ્વચ્છતા વધુ સઘન બને તે માટે નવા ઉપકરણો કર્યારત કરાયાં છે જેમાં વોટર જેક મશીનનો સમાવેશ થાય છે. આ મશીન ધરતી, ફર્શ ઉ૫ર પાન, પીચકારી, ડાઘા કે અન્ય ડાઘા ફૂલ પ્રેશરથી પાણી છોડી ડાઘા જામેલી માટી દૂર કરે છે. સ્ક્રબર મશીન જે પણ ડાઘા તેમજ રસ્તાઓ ઉપર જામેલ હોય તેને કલીન કરે છે, આનાથી સિમેન્ટ રોડ ટોયલેટ બ્લોક સફાઇ કરાય છે.
આ કાર્ય માટે ૧૧૫ લોકોનો સ્ટાફ કાર્યરત છે જેમાં ૧૦૬ સફાઇ કામદારો, ૮ સુપરવાઇઝરો અને ૧ મેનેજર વ્યવસ્થાનો સમાવેશ થાય છે.“એક લાખ પંચોતેર હજાર સ્કવેટ મીટર એરીયામાં આ કામગીરી થતી રહે છે, જે એરિયા સોમનાથ મુખ્ય મંદિર જોડતા રસ્તાઓ (આસપાસના) સાગર દર્શનથી ગીતામંદિર, સ્મશાન ઘાટ, ત્રિવેણીઘાટ, ચોપાટી, ન્યુ પાર્કિંગ, બાયપાસ ચોકડીથી એસ.બી.આઇ. બેંક, શંખ સર્કલથી હમીરજી સર્કલ શાક માર્કેટથી રામરાખ ચોકથી વેણેશ્વર – સદભાવના રોડ, ગૌશાળા રોડ સહિત મંદિરની રેલિંગની બહારનો તમામ વિસ્તાર આવા સુંદર કાયને કારણે સોમનાથ મંદિર અને આસપાસ વિસ્તાર સ્વચ્છ ચકચકિત રહે છે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

દાણીલીમડામાં યુવકની હત્યા

aapnugujarat

૧૨મી ઓક્ટોમ્‍બરના રોજ શિક્ષણ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાના હસ્‍તે નવનિર્મિત મામલતદાર કચેરી, મહેમદાવાનું લોકાર્પણ

aapnugujarat

અમદાવાદમાં ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1