Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટ દ્વારા શાળાની ફી મુદ્દે થયેલી અરજીની સુનવણી કરવાનો ઇનકાર

દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઓડિશા અને ઉત્તરાખંડના દસ વાલીઓના ગ્રૂપ દ્વારા લોકડાઉન લાગુ પૂરું ન થાય ત્યાં સુધી સામાજિક અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને ઓનલાઇન કલાસની સુવિધાઓ પૂરી પાડવાની કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ભારતીય સુપ્રીમ કોર્ટે આઠ રાજ્યોના માતા-પિતા દ્વારા લોકડાઉન સુધીની શાળા ફી ન ચૂકવવા અંગેની થયેલ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે અને વ્યથા વ્યક્ત કરી છે કે આવી બાબતોને કોર્ટ માં પહોંચાડ્યા વિના જ કારોબારી સ્તર પર ધ્યાન આપીને તેનું નિવારણ લાવી દેવું જોઈએ.

કોર્ટે કહ્યું હતું કે અદાલતો એવી ઘણી બાબતો તરફ ધ્યાન દોરી રહી છે કે જેઓ એક્ઝિક્યુટિવ ક્ષેત્રની અંદર હોય. તેમાં સ્થળાંતર કામદારો, કોવિડ19 ટેસ્ટિંગ ફી અને હવે શાળા ફી વસૂલવાનો મુદ્દો દર્શાવવામાં આવ્યો છે. “આ ક્ષણે આપણે શું કરવું તે ખબર નથી. આવી બાબતોમાં, સમસ્યાઓ રાજ્ય-દર-રાજ્યમાં ભિન્ન હોઈ શકે છે, તેમ છતાં, પક્ષો આ અદાલતમાં આવે છે અને જ્યારે અમે નોટિસ આપવાનો ઇનકાર કરીએ છીએ ત્યારે તે નિરાશ થઈ જાય છે. “

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (સીજેઆઈ) એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંચે માતા-પિતાને પોતપોતાની ઉચ્ચ અદાલતોનો સંપર્ક સાધવા જણાવ્યું હતું, “અમને આ પ્રકારની બાબતો સાંભળવી ખૂબ જ વિચિત્ર લાગે છે.આ સમસ્યાનો હલ પ્રસાશન એ કરવો જોઇએ. “

Related posts

कानून व्यवस्था के मद्देनजर उप्र सरकार पर बरसीं मायावती

editor

અમરનાથ યાત્રા દરમિયાન મોટા હુમલાનો ખતરો

aapnugujarat

प्रधानमंत्री नरेन्द्र मोदी ने किया गुजरात भवन का उद्‌घाटन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1