Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમરનાથ યાત્રા દરમિયાન મોટા હુમલાનો ખતરો

૨૮મી જૂનથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા પર મોટા આતંકવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનો અમરનાથ યાત્રા દરમિયાન ખલેલ પહોંચાડવાના પ્રયાસ કરી શકે છે. અમરનાથા યાત્રા ૨૮મી જૂનથી શરૂ થયા બાદ ૨૧ દિવસ સુધી ચાલશે. આને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કેન્દ્ર સરકાર રમઝાન બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની સામે ઓપરેશનને સ્થગિત કરવાને લઇને યોગ્ય રણનીતિ ઉપર કામ કરી રહી છે. બીજી બાજુ અપહરણ કરવામાં આવેલા જવાન અને પત્રકારની હત્યા બાદ ત્રાસવાદીઓ વધુ આક્રમક બન્યા છે અને નવા હુમલા કરવાની તૈયારીમાં છે. સુરક્ષા સંસ્થાઓને એવા અહેવાલ મળ્યા છે કે, રમઝાન દરમિયાન હુમલા બાદ નવા હુમલાની પણ તૈયારી થઇ રહી છે. ત્રાસવાદીઓની સામે ઓપરેશનને સ્થગિત રાખવાને લઇને સમીક્ષા બેઠક ગુરુવારના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં મળી હતી જેમાં અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા પાસાને મજબૂત કરવાનો મુદ્દો છવાયો હતો. અમરનાથ યાત્રા ઉપર હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મહેબુબા મુફ્તી સરકાર કેન્દ્ર પાસેથી ૨૨૦૦૦ વધુ જવાનોની માંગ કરી ચુકી છે. રમઝાન બાદ ઓપરેશનને લઇને હજુ સુધી કોઇ નિર્ણય કરાયો નથી. ગૃહમંત્રાલયના સુત્રોનું કહેવું છે કે, અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પગલા લેવાઈ રહ્યા છે. એવા અહેવાલ મળ્યા છે કે, અમરનાથ યાત્રા દરમિયાન દહેશત ફેલાવવાના હેતુથી ત્રાસવાદીઓ શ્રદ્ધાળુઓ અને સુરક્ષા દળો ઉપર બોંબથી હુમલા કરી શકે છે. મિટિંગ દરમિયાન રમઝાનના ગાળા દરમિયાન થયેલા હુમલાની સમીક્ષા કરવામાં આવી હતી. ઓપરેશન ફરીથી શરૂ કરવાને લઇને સરકાર પર સંઘ અને ભાજપનું દબાણ છે. સેના ફરીથી આક્રમક કાર્યવાહી શરૂ કરે તેમ તમામ લોકો માની રહ્યા છે. પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ ઉપર ત્રાસવાદી ગતિવિધિઓને લઇને ફીડબેક મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે. એવા ઇન્ટેલિજન્સ હેવાલ મળ્યા છે કે આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ હાલના દિવસેમાં પાંચ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. ગયા સોમવારના દિવસે પણ કુપવારામાં ઘુસણખોરીનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. રવિવારના દિવસે છ આતંકવાદીઓ ઠાર થયા હતા. રમઝાનના યુદ્ધવિરામના ગાળા દરમિયાન છેલ્લા ૨૦ દિવસમાં ત્રણ ડઝનથી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. શ્રીનગરમાં જુદી જુદી જગ્યાઓએ ૧૮ ગ્રેનેડો ઝીંકવામાં આવ્યા છે જેમાં ૨૪થી વધુ લોકોના મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી હજુ સુધી ૧૪૩ લોકોના મોત થયા છે. જેમાં ૩૭ નાગરિકોનો સમાવેશ થાય છે. ૩૩ સુરક્ષા જવાનો પણ શહીદ થયા છે. ૧૪૩ પૈકી ત્રણ ડઝન લોકોના મોત રમઝાન દરમિયાન થયા છે.બીજા બાજુ સરહદ પર પાકિસ્તાને નાપાક હરકત કરીને ગોળીબાર જારી રાખ્યો છે. ગોળીબાર હેઠળ ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ગયા મંગળવારના દિવસે સવારે સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા. અને સીઆરપીએફના ૧૦ જવાન ઘાયલ થયા હતા. પુલવામાં અને અનંતનાગમાં હુમલા કરવામાં આવ્યા હતા. પુલવામામાં કોર્ટ સંકુળની નજીક તૈનાત જમ્મુ કાશ્મીર પોલીસની એક ટીમને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. અનંતનાગમાં પણ સીઆરપીએફની ટીમ પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. સરહદ પર એકવાર ફરી પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને બુધવારના દિવસે ભીષણ ગોળીબાર કર્યો હતો. જેમાં બીએસએફના ચાર જવાન શહીદ થયા હતા અને અન્ય પાંચ ઘાયલ પણ થયા હતા. જમ્મુના રામગઢ સેક્ટરના ચમલિયાલ પોસ્ટ પર પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં રમઝાનના પવિત્ર મહિના દરમિયાન સ્થિતિમાં સુધારો થયો છે. જેના પરિણામ સ્વરુપે સંઘર્ષ વિરામના ગાળાને વધારવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

Related posts

Sensex slips by 184.08 points and Nifty closes at 12021.65

aapnugujarat

યશવંતસિંહા, અરૂણ શૌરી અને અન્યો દ્વારા અરજી કરાઇ

aapnugujarat

Educationist and founder of PSBB Group of Schools Mrs. Y.G.Parthasarathy passes away

aapnugujarat

Leave a Comment

UA-96247877-1