Aapnu Gujarat
મનોરંજન

કાર્તિક આર્યને ચાઈનીઝ બ્રાન્ડ ઓપ્પો સાથેના સંબંધો તોડ્યા

‘લુકા છુપી’, ‘લવ આજ કલ’ જેવી ફિલ્મના એક્ટર કાર્તિક આર્યને ચાઈનીઝ મોબાઈલ બ્રાન્ડ ઓપ્પો સાથેના સંબંધો તોડી નાખ્યાં છે. કાર્તિકે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, તસવીર પોસ્ટ કરીને આ વાતનો સંકેત આપ્યો છે. ટ્રેડ નિષ્ણાતોએ આ વાતની પુષ્ટિ કરે છે અને તેમણે કહ્યું હતું કે બોલિવૂડમાં આમ કરનારો તે પહેલો સેલિબ્રિટી બની ગયો છે.
કાર્તિકે બુધવારના રોજ સોશિયલ મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં કાર્તિકના હાથમાં આઇફોન છે. તે આ ફોનથી વાદળોની તસવીર ક્લિક કરતો હતો. મીડિયાની સાથે કાર્તિકના ચાહકોએ પણ અટકળો કરવાનું શરૂ કર્યું કે કાર્તિકે ચાઈનીઝ મોબાઈલ બ્રાન્ડની જાહેરાતમાં કામ કરવાનું બંધ કરી દીધું છે.
સેલિબ્રિટી તરીકે જ્યારે તમે કોઈ બ્રાન્ડના એમ્બેસેડર હોવ તો બિઝનેસ ડીલ પ્રમાણે સોશિયલ મીડિયામાં અન્ય કોઈ બ્રાન્ડને પ્રમોટ કરી શકો નહીં. જો કોઈ આમ કરે છે તો તે કાયદાકીય મુશ્કેલીમાં પડી શકે છે.

Related posts

भारत में महिला अधिक उम्र के मर्दो को पसंद करती आई : प्रियंका

aapnugujarat

સ્લીમ દેખાવવા માટે હંમેશા દબાણ હોય છે : ઇલિયાના

aapnugujarat

એતરાજ-૨ ફિલ્મનું શુટિંગ વર્ષનાં અંત સુધી શરૂ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1