Aapnu Gujarat
ગુજરાત

સુરતના ડાયમંડ ઉદ્યોગને ૧,૦૦૦ કરોડનું નુકસાન

કોરોના વાયરસના હાહાકારને લઈને સૌથી વધુ નુકસાન ડાયમંડ ઉદ્યોગે સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે અનલોક શરુ થયા બાદ પણ આ ઉદ્યોગ શરૂ થયો નથી. કોરોનાના કહેર વચ્ચે વિદેશમાં પણ માલની માંગ નથી. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિગ સેક્ટરમાં પણ કોરોના સક્ર્‌મણ સાથે આ ઉદ્યોગની ચેન ચાલતી ન હોવાથી આ ઉદ્યોગ હાલ મારણ પથારીએ પહોંચી ગયો છે. આ ઉદ્યોગ આગામી કેટલાક માહિના સુધી ચાલુ થઇ શકે તેમ નથી. આ જ કારણે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો બેકાર બન્યા છે. અત્યાર સુધી આ જ કારણે હીરા ઉદ્યોગને ૧,૦૦૦ કરોડનું નુકસાન થઈ ચુક્યું છે.ચીનથી શરુ થયેલા કોરોના વાયરસ વાયરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. જેની સીધી અસર ડાયમંડ ઉદ્યોગ પર જોવા મળી હતી. વિદેશથી આવતા ઓર્ડર રદ થવા લાગ્યા બાદ ભારતમાં વાયરસે પગપેશારો કરતા સારકારે સાવચેતી માટે લોકડાઉન જાહેર કર્યું હતું. હીરા મેન્યુફેક્ચરીમાં ગુજરાત અને તેમાં પણ સુરત શહેર મોખરે છે. એક અંદાજ પ્રમાણે વિશ્વના ૧૦૦માંથી ૯૦ હીરા સુરતમાં તૈયાર થાય છે.લૉકડાઉન થયા બાદ સુરતમાં રહીને કામ કરતા સૌરાષ્ટ્રના મોટાભાગના રત્નકલાકારોએ હિજરત શરૂ કરી દીધી હતી. કારણ કે હીરા ઉદ્યોગ બંધ થતા આ લોકોને ભાડના રૂમના પૈસા ચૂકવવાના ફાંફાં પડી ગયા હતા. અનલોક શરૂ થયા બાદ હીરા ઉદ્યોગ ફરી શરૂ થયા બાદ કેટલાક રત્નકલાકારો પરત આવ્યા હતા. પરંતુ સુરતમાં સંક્રમણ વધતા ફરીથી હીરા ઉદ્યોગ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે ફરીથી રત્ન કલાકારોએ હિજરત શરૂ કરી છે.અનલોક ૧.૦ શરૂ થયા બાદ ડાયમંડ ઉદ્યોગ પણ શરૂ થયો હતો. જોકે, આ ઉદ્યોગ ચેન દ્વારા ચાલતો હોય છે. એટલે કે આ ઉદ્યોગ ચાલુ કરવો શક્ય ન હોવા છતાં ચાલુ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગ ચાલુ કરવા માટે પહેલા રફ ડાયમંડ વિદેશથી આવે છે, પણ ફ્લાઇટ બંધ હોવાને લઇને માલની પણ અછત છે. અમુક વેપારી પાસે માલ છે પણ આ માલ સુરતની ફેકટરીમાં તૈયાર થયા બાદ, વેપારી પાસે જ પડ્યો રહે છે. કારણ કે, મુંબઈની ઓફિસ ચાલે તો આ માલ વિદેશ મોકલી શકાય છે. હાલ ગુજરાત સરકારે છૂટ આપી છે પરંતુ મહારાષ્ટ્ર બંધ હોવાને કારણે નિકાસ નથી થઈ રહી.સાથે-સાથે માલ આંગડિયા દ્વારા લેવામાં અને મોકલવામાં આવે છે. પરંતુ આંગડિયા પણ બંધ હોવાથી વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ડાયમંડનો ઉપયોગ સૌથી વધારે જ્વેલરીમાં થાય છે પરંતુ દાગીના બનાવનારા બંગાળી કારીગરો પણ વતન તરફ હિજરત કરી ગયા છે. આ બાજુ ડાયમંડ ફેક્ટરી કામ કરતા સૌરાષ્ટના લોકો વતન ગયા છે, ત્યારે એક મહિના સુધી પરત નહીં ફરવાની ગાઈડલાઇન પ્રમાણે સરકારે વતન જવાની મંજૂરી આપી હતી. એટલે કે આ ઉદ્યોગ આગામી બે મહિના સુધી ચાલુ નહીં થાય. એટલું જ નહીં આ ઉદ્યોગમાં ગતિ આવતા આગામી ૬ મહિના જેટલો સમય લાગી શકે છે.કોરોનાને પગલે ચીન, હોંગકોંગ, અમેરિકા અને યુરોપના દેશમાં હાલ હીરાનો કોઈ વેપાર નથી. આજે કારણે સુરતના હીરા ઉદ્યોગને એક હજાર કરોડથી વધારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

Related posts

જમીન મહેસુલી કાયદાના સુધારાના નિયમ અમલમાં

aapnugujarat

બાળકોને શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત બ્રેકફાસ્ટ આપવાની તૈયારી

editor

वेजलपुर से जीवराजपार्क का रास्ता ज्यादा खराब हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1