Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરના ગામડાઓ હજુય તરસ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં છેવાડાના વિસ્તારોમાં પાણીથી વંચિત લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.લીંબડી , રાણપુર, ચુડા,બોટાદ બાયપાસ રોડ પર આવેલા ૧૦ થી ૧૫ મકાનોમાં નગરપાલિકા દ્વારા પાણીની વ્યવસ્થા નળ દ્વારા કરવામાં નથી આવી તો લોકોની માંગણી છે કે અમોને નળ દ્વારા પીવાનું પાણી કાયમી માટે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે, સ્થાનિક લોકોને પીવાના પાણીની મુશ્કેલી પડી રહી છે તેમજ ચોમાસામાં ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા પોતાના આરોગ્ય માટે પણ મોટો ખતરો ઉભો થાય તેવી પરિસ્થિતિ વચ્ચે પોતાનું જીવન ગુજરાન રહ્યાં કરી રહ્યા છે, તેમજ રોડ પર મોટા ખાડા પડેલાં છે જેથી રોગચાળો ફેલાવાની ભીતિ લોકોમાં સેવી રહ્યા છે, તો તાત્કાલિક અસરથી આ ખાડા ખાબોચિયાનું સમારકામ કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
બોટાદ, રાણપુર, ચુડાને જોડતો બાયપાસ રોડ હોય વાહનોની અવરજવર સતત ચાલુ રહેતી હોય જેથી વાહન ચાલકોને પણ મોટા ખાડાઓથી અકસ્માત થવાનો સંભવ હોય તાત્કાલિક અસરથી ખાડાઓ દૂર કરવામાં આવે તેવું સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકો પ્રશાસન પાસેથી ઈચ્છી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

દાદરા નગરહવેલી : ચાર નાના બાળકોને બાનમાં રાખી માતા ઉપર ગેંગરેપ

aapnugujarat

અમદાવાદનાં કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ખસેડવાના ર્નિણય સામે હાઇકોર્ટમાં અરજી

editor

रोहित शर्मा टेस्ट क्रिकेट में कर सकते हैं ओपनिंग : गिलक्रिस्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1