Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુરની કુમારિકાઓએ ગૌરીવ્રતમાં શિવાલયોમાં પુજા કરી

પાવીજેતપુરમાં ગૌરીવ્રત પ્રારંભ થતાં જયા પાર્વતી વ્રત,ગૌરી વ્રત દીકરીઓ-બહેનોએ શિવાલયોમાં સોળે શણગાર સજી જઇ પૂજા કરી મહાદેવજીના આશીર્વાદ લીધા હતા. પાવીજેતપુરમાં અલૂણાંવ્રતની ઉજવણી પ્રસંગે બાલિકાઓમાં ભારે થનગણાટ જોવા મળી રહ્યો હતો.
આ ગૌરીવ્રતનો ધાર્મિક મહિમા એવો છે કે માતા પાર્વતીએ પાંચ પાંચ દિવસ સુધી અલૂણાંવ્રત કરીને શંકરભગવાનને પતિ તરીકે મેળવ્યા હતા તેમ બાળાઓ ગૌરીવ્રત ઉજવવા વાંસની ટોપલીઓમાં પાંચ જાતનું ધાન એકઠું કરીને જવારા ઉગાડી ગૌરીવ્રતની ઉજવણી માટેની તૈયારીઓ કરે છે. પાંચ પાંચ વર્ષ સુધી જવારા વાવીને ઉપવાસ કરીને વ્રતની ઉજવણી કરે છે અને પોતાના મન ગમતા મણીગરને મેળવવા માટેનો આ ગૌરીવ્રતનો ઉદેશ હોય છે.પાંચ દિવસ સુધી મીઠું નહીં ખાવાનું અને વ્રત કરવાનું એ ઘણું આકરું હોય છે પરંતુ અનેરી શક્તિ આપો આપ બાળાઓને મળી જાય છે. જયા પાર્વતી વ્રત જેને ગૌરી વ્રત પણ કહેવાય છે. દર વર્ષની જેમ અષાઢ સુદ તેરસથી પ્રારંભ થાય અને અષાઢ વદ બીજના દિવસે ગૌરીવ્રતનો છેલ્લો દિવસ કુવારીકાઓ જાગરણ કરે છે અને આ ગૌરી વ્રત કુંવારીકાઓ તેમના જીવનમાં ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત થાય તે માટે ગૌરી વ્રત કરતી હોય છે, જ્યારે જયા પાર્વતીના વ્રતની અંદર આરાધના કરી તેનું ફળ પ્રાપ્ત કરે છે. અત્યારે પાવીજેતપુરમાં આવેલા શંકર ટેકરી ઉપર મહાદેવજીના મંદિરે,રામજી મંદિરે, મહાદેવજીના મંદિરે પૂજા કરી દૂધ, ચોખા, તલ, કંકુ, અબીલ, ગુલાલ ચઢાવીને ગૌરીવ્રતની પૂજા કરી હતી.
સામાન્ય રીતે ગૌરી વ્રતના દિવસોમાં ગૌરી વ્રત રાખનાર કન્યાઓ પોતાના માતા-પિતા સાથે સાંજનો સમય નદી તરફ, બાગમાં તેમજ શંકર ટેકરી ઉપર ફરવા જતા હોય પરંતુ કોરોનાવાયરસની મહામારી ના કારણે લોકોએ ફરવાનું ટાળ્યું હતું.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

નરોડા ગામના ટ્રાયલની સુનાવણી વેળા રેકર્ડ-દસ્તાવેજોની ઝેરોક્ષ લઇ આવનાર અધિકારીને ફટકાર

aapnugujarat

હિંમતનગરના મહાવીરનગર સ્થિત હરિઓમ સોસાયટીના ગણેશજીનું ધામધૂમપૂર્વક વિસર્જન કરાયું

aapnugujarat

खोखरा पुलिस स्टेशन के पीआई जादव सस्पेन्ड

aapnugujarat

Leave a Comment

UA-96247877-1