Aapnu Gujarat
ગુજરાત

નરોડા ગામના ટ્રાયલની સુનાવણી વેળા રેકર્ડ-દસ્તાવેજોની ઝેરોક્ષ લઇ આવનાર અધિકારીને ફટકાર

નરોડા ગામના ટ્રાયલની સુનાવણી દરમ્યાન આજે કલેકટર કચેરીના મામલતદાર એ.કે.મેણાત કોર્ટે મંગાવેલા સંબંધિત રેકર્ડ અને દસ્તાવેજોની ઝેરોક્ષ લઇને આવતાં સ્પેશ્યલ કોર્ટે સરકારી અધિકારીને આડા હાથે લઇ નાંખ્યા હતા. કોર્ટે મામલતદાર મેણાતની તીખી આલોચના કરતાં જણાવ્યું હતું કે, કોર્ટે તેના હુકમમાં સ્પષ્ટ રીતે કેસ સંબંધિત અસલ અને ઓરીજનલ રેકર્ડ અને દસ્તાવેજો મંગાવ્યા હતા તેમછતાં સરકારી અધિકારી ઝેરોક્ષ લઇને કોર્ટમાં હાજર રહ્યા છે. પોતાની ફરજમાં આવી ગંભીર બેદરકારી અને ચૂક કોઇપણ રીતે સાંખી શકાય નહી. હવે આગામી મુદત સુધીમાં આ અધિકારીએ કેસના અસલ અને ઓરીજનલ રેકર્ડ-દસ્તાવેજો સાથે કોર્ટમાં હાજર રહેવું, અન્યથા કોર્ટ દ્વારા જે હુકમ થાય તેના પરિણામ માટે તૈયાર રહેવું. અધિકારીની ટીકા બાદ સ્પેશ્યલ કોર્ટે કેસની વધુ સુનાવણી બુધવારે રાખી હતી. નરોડા ગામ કેસમાં હિન્દુઓની માલ-મિલકતોને પણ નુકસાન થયું હતું અને તે અંગેની વિગતો તેમ જ દસ્તાવેજો કલેકટર કચેરી પાસેથી મંગાવવાનો અગાઉ કોર્ટે હુકમ કર્યો હતો. જેમાં કોર્ટે અસલ રેકર્ડ અને દસ્તાવેજો સાથે જવાબદાર અધિકારીએ હાજર રહેવું એવી સ્પષ્ટ તાકીદ કરી હતી. જો કે, તેમછતાં આજે કલેકટર કચેરીના મામલતદાર એ.કે.મેણાત સંબંધિત રેકર્ડ અને દસ્તાવેજોની ઝેરોક્ષ લઇને હાજર રહ્યા હતા. કોર્ટે પૃચ્છા કરી તો, ધ્યાન પર આવ્યું કે, અધિકારી બધી ઝેરોક્ષ લઇને આવ્યા છે. જેથી સ્પેશ્યલ જજે અધિકારીના બેજવાબદાર વલણ પરત્વે ભારોભાર નારાજગી વ્યકત કરી તેમની તીખી ઓલોચના કરી હતી. કોર્ટે જણાવ્યું કે, જયારે કોર્ટે અસલ અને ઓરીજનલ રેકર્ડ-દસ્તાવેજો લાવવાની સ્પષ્ટ તાકીદ કરી હોય એ પછી ઝેરોક્ષ લઇને આવવાનો મતલબ અને કારણ શું? આ તો અદાલતના નિર્દેશની અવમાનના કહેવાય. કોર્ટે અદાલતમાં હાજર રહેલા અધિકારી એ.કે.મેણાતને કડક તાકીદ કરતાં જણાવ્યું કે, આગામી મુદતે તમે અસલ રેકર્ડ અને દસ્તાવેજો સાથે હાજર નહી થાઓ તો, આગળના પરિણામ માટે તૈયાર રહેજો. આવી સ્પષ્ટ ચેતવણી સાથે કોર્ટે કેસની વધુ સુનાવણી બુધવારે મુકરર કરી હતી.

Related posts

आरएसएस की तर्ज पर पास प्रचारकों की टीम बनाएंगे हार्दिक

aapnugujarat

गुजरात चुनाव : ४० वोटरों के लिए समुद्र के बीच बनेगा पोलिंग बूथ

aapnugujarat

મ્યુનિ. હોસ્પિટલની સેવા અંગે કોડ દ્વારા ફીડબેક આપી શકાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1