Aapnu Gujarat
Uncategorized

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ પોતાની કૃપાદ્રષ્ટિ ઉતારી છે, પરંતુ અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક એવા વિસ્તારો છે જેમાં હજુ વરસાદ નહીંવત પડ્યો છે. પરંતુ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે મોડીસાંજથી મેઘરાજાએ પધરામણી કરી હતી. ત્યારે આજે વહેલી સવારથી એસજી હાઈવે સહિતના અનેક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના અનેક વિસ્તારોની વાત કરીએ તો, આજે વસ્ત્રાપુર, સેટેલાઈટ, બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, જમાલપુર, પાલડી, આશ્રમરોડ, રિવરફ્ર્‌ન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
બીજી બાજુ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે માઝા મૂકી છે. અમદાવાદના છેડે સાણંદ સહિતના ગ્રામ્ય પંથકમાં આજે સવારથી વરસાદ શરૂ થયો છે. રાજ્યના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘ મહેર થઇ છે. ખંભાળીયામાં ૨૦ ઈંચ તો કલ્યાણપુરમાં ૧૪ ઈંચ વરસાદ નોધાયો છે. જ્યારે વધારે વરસાદના પગલે એનડીઆરએફની વાત કરવામાં આવે તો રાજ્યમાં એનડીઆરએફની કુલ સાત જેટલી ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે. ખંભાળિયામાં પડેલા વરસાદના પગલે એનડીઆરએફની ટીમ સક્રિય કરાઈ છે. જ્યારે એસટીએફની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં એનડીઆરએફની એક એક ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. જ્યારે વડોદરા અને ગાંધીનગરમાં પણ એક ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.
સવારે ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના ૧૯૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના કાલાવડમાં ૫.૮૪ ઈંચ નોંધાયો છે. જ્યારે રાજકોટમાં ૩.૪૪ ઈંચ, રાજકોટના પડધરીમાં ૩ ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને જામનગરના ધ્રોલમાં ૨.૮૪ ઈંચ, અમરેલીના જાફરાબાદમાં ૨.૬૦ ઈંચ, ગીર સોમનાથના ગીર ગઢડામાં ૨.૪૪ ઈંચ, જામનગરમાં ૨.૨૮ અને જામનગરના લાલપુરમાં ૨.૧૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે ૧૦ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે ૧૮ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને ૩૭ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. અમરેલીના જાફરાબાદમાં ૨.૫ અને ગીર-સોમનાથના ગીર ગઢડા અને જામનગરના કાલાવડમાં ૨ ઈંચ વરસાદ છે.ઉપરાંત જામનગરના ધ્રોલમાં ૪૫ મિમિ, સુરતના પલાસણામાં ૩૫ મિમિ વરસાદ નોઁધાયો છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થતા ૧૭ ડેમમાં ૪ ફુટ સુધીની આવક થઇ છે. ગોંડલ અને આસપાસના ગામોમાં આધી રાત ધીમીધારે વરસાદ પડ્યો હતો. ગોંડલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે વાસાવડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. સૌરાષ્ટ્રભરમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલી અને ગીર સોમનાથ પંથકમાં ભારે વરસાદ પડતા નાના તળાવો, નદીઓ અને ચેકડેમોમાં નવાનીરની આવક થઈ છે. સુત્રાપાડામાં ૪ કલાકમાં ૩ ઈંચ વરસાદ પડ્યો હતો.

Related posts

વાળદ સમાજ ભાવનગર દ્વારા ઘોઘા બાળનાથ મહાદેવ મંદિરના લાભાર્થે સમુહ લગ્ન મહોત્સવ

editor

1 अप्रैल से सभी कारों में डुअल फ्रंट एयरबैग होगा जरूरी

editor

વડગામ ર્ડા બાબાસાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી ને આખરી ઓપ અપાયો

editor

Leave a Comment

UA-96247877-1