Aapnu Gujarat
ગુજરાત

વાપીમાં ટેમ્પોના ભંગારમાં બોમ્બની અફવા, શંકાસ્પદ વસ્તુને લઇને સર્જાઇ હતી અફડાતફડી

એક વાહનમાં દેખાયેલી શંકાસ્પદ વસ્તુ બોમ્બ હોવાનું માનીને શહેરમાં કેટલાક કલાકો માટે અફડાતફડી સર્જાઇ ગઇ હતી. ટેમ્પોમાં લાલ કલરના બૂટના બોક્સમા શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી.ટેમ્પો ડ્રાઇવર નજીકના ભંગારના ગોડાઉનમાં ભંગાર ભરવા આવ્યો હતો ત્યારે ટેમ્પાના પાછળના ભાગે એક બોક્સ પડ્યું હતું જેને ખોલીને જોતાં તેમાંથી દેશી ચીપ વાળા બોંબ જેવી વસ્તુ મળી આવી હતી. જે અંગે પોલીસને જાણ કરતાં પોલીસ તપાસ માટે દોડી આવી હતી.વલસાડથી બોમ્બ ડિસ્પોઝલ ટીમ તેમ જ એફએસએલની ટીમ પણ ધસી આવી હતી. અને વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. રથયાત્રાના ગણતરીના દિવસો બાકી હોવાથી બોમ્બ મળી આવવાની વાત ફેલાતાં ભંગારના ગોડાઉનની આસપાસ લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં.જો કે બોમ્બ ડીસ્પોઝલ ટીમે બે કલાક સુધી ચેક કર્યા બાદ શંકાસ્પદ વસ્તુ બોમ્બ ન હોવાનું તારણ આપ્યું હતું. પીઆઈ એ. એન. ગાબાણીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે મળેલી શંકાસ્પદ ચીજ બોમ્બ નથી. જો કે તકેદારીના ભાગરૂપે વિસ્તારનેે કોર્ડન કરી બોમ્બ ડીસ્પોઝલ ટીમ બોલાવી હતી હતી તેમણે તપાસ કરી બોમ્બ નહીં હોવાનું જણાવ્યું હતુ.જો કે ટેમ્પોમાં મળેલી ચીજ બોમ્બ નહોતી તો પોલીસે બે કલાક સુધી શા માટે કામગીરી હાથ ધરી અને મીડિયા તેમ જ લોકોને તે ચીજ બતાવવાને બદલે બોમ્બ ડીસ્પોઝલ ટીમ તેને શા માટે પોતાની સાથે લેતી ગઇ તેવી શંકા લોકોએ વ્યક્ત કરી હતી.

Related posts

વિજયનગર તાલુકાના માજી સૈનિકોએ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું

aapnugujarat

આજે ફરી કોંગ્રેસ અને આપના નેતાઓ ભાજપમાં જાેડાશે, મધ્ય ગુજરાતના નેતાઓ બીજેપીમાં જોડાશે

aapnugujarat

જલ્દી જ શરૂ થશે સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી

editor

Leave a Comment

UA-96247877-1