Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જીલ્લા આઇ.ઇ.સી, ઓફિસર સી.યુ. ઠાકોરનો વિદાય સમારંભ યોજાયો

અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય શાખામાં જીલ્લા આઇ.ઇ.સી. ઓફિસર તરીકે ફરજ બજાવતા સી.યુ. ઠાકોર ૩૦/૦૬/૨૦૨૦ને મંગળવારના રોજ વય નિવૃત થતા તેઓનો વિદાય સમારંભ જીલ્લા પંચાયત અમદાવાદ ખાતે યોજાયો હતો. જીલ્લા આઇ.ઇ.સી. ઓફિસર સી.યુ. ઠાકોરે ૩૫ વર્ષ સુધી પંચાયત તથા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવીને અનેક લોકોને આરોગ્ય વિષય માહિતી તથા માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. વિદાય સમારંભમાં આર.ડી.ડી અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સતિષ મકવાણા, આર.સી.એચ.ઓ. ડૉ.ગૌતમ નાયક, ડી.એમ.ઓ નરેન્દ્રસિંહ રાઠોડ, વહીવટી અધિકારી આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ જીલ્લા આઇ.ઇ.સી. ઓફિસર તરીકે નિવૃત થયેલ સી.યુ. ઠાકોરે ૧૯/૧૨/૧૯૮૪ના રોજ તાલુકા પંચાયત કચેરી પાલીતાણા, ઘોઘા ભાવનગર ખાતે જુનિયર ક્લાર્ક તરીકે હાજર થઇને પંચાયતી સેવાઓમાં જોડાયા હતા. બાદમાં તલાટી કમ મંત્રી તરીકે મહુવા તાલુકામાં સેવાઓ આપી અને ૧૯૯૦થી ૨૦૧૧ સુધી ટી.આઇ.ઇ.સી.ઓ. તરીકે બનાસકાંઠામાં વારાહી, દાંતીવાડા, ધાનેરા ખાતે આરોગ્ય વિભાગમાં સેવાઓ આપી હતી. ત્યારબાદ જીલ્લા ફેરબદલીથી અમદાવાદ જીલ્લામાં આવી દસક્રોઇ અને વિરમગામ તાલુકામાં આરોગ્યલક્ષી સેવાઓ આપીને ૩૦/૦૬/૨૦૨૦ના રોજ અમદાવાદ જીલ્લા આઇ.ઇ.સી. ઓફિસર તરીકે સી.યુ. ઠાકોરે વય નિવૃત થયા હતા. સતત હસતા અને મિલનસાર સ્વભાવના સી.યુ ઠાકોર સતત લોક સંપર્કમાં રહી કુટુંબ કલ્યાણ ઓપરેશન, રસીકરણ, મુખ્યમંત્રી અમૃતમ તથા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના કાર્ડ સહિત આરોગ્ય વિષયક માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા પ્રયત્નશીલ રહેતા હતા. અમદાવાદ ખાતે આયોજીત જીલ્લા આઇ.ઇ.સી. ઓફિસર સી.યુ. ઠાકોર તથા આરોગ્ય શાખાના નાયબ ચિટનીશ પી.કે.પરમારના વિદાય સમારંભમાં અધિકારી કર્મચારીઓએ તેઓને નિવૃતિ બાદ પણ સમાજીક કાર્યોમાં પ્રવૃત રહીને સુખી, સ્વસ્થ, નિરોગી જીવન વિતાવે તેવી શુભકામનાઓ આપી હતી.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

રતનપુરા ગામમાં ૮ શકુનિ ઝડપાયા

editor

President of India approves appointment of 3 advocates as judges of Gujarat HC

editor

અમદાવાદમાં ગેરકાયદે ડોમ, શેડ સહિત માળખા તોડવાનું શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1