Aapnu Gujarat
ગુજરાત

બેરોજગાર યુવાનોએ દિયોદર મામલતદારને આવેદનપત્ર સોંપ્યું

સમગ્ર ગુજરાતમાં લગભગ ચાર વર્ષથી ગુજરાત સરકાર દ્વારા જાહેર સરકારી ભરતીઓ કોઈ કારણસર અટકાવી દેવામાં આવેલ છે, અમુક ભરતીઓ એવી છે કે જેમાં ઘણા મહિનાઓથી અમુક વર્ષોથી તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ફક્ત નિમણૂંક આપવાની બાકી છે તો પણ સરકાર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી ત્યારે આજે રાજ્યના બેરોજગાર યુવાન દ્વારા કેટલીક માંગણીઓ સાથે દિયોદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં કેટલીક માંગણી જેવી કે (૧) જે ભરતી માત્ર નિમણૂંક આપવાની બાકી છે તે નિમણૂંક આપવામાં આવે (૨) જે ભરતીની પ્રાથમિક મુખ્ય પરીક્ષા કોમ્પ્યુટર ટેસ્ટ, જે ઈન્ટરવ્યુ થઈ ગયા છે તેના પરિણામ જાહેર કરવામાં આવે (૩) જે ભરતીની જાહેરાત થઈ ગઈ છે પરંતુ તેની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવેલ નથી તો તેની સત્વરે તારીખ જાહેર કરવામાં આવે (૪) ૦૧/૦૮/૧૮ ના. જી. આર.નું કારણ આપીને અટકાવેલી છે તો આ વિવાદિત જી.આર.નું બંધારણની રીતે નિરાકરણ આવે (૫) સરકારની ઢીલાશના કારણે કેટલાક ઉમેદવારોની વય મર્યાદા પૂરી થઈ છે તેવા ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળે તેવી માંગણીઓ ગુજરાતના બેરોજગાર યુવાનો દ્વારા દિયોદર મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ગુજરાત બનાવટી નોટ કબજે કરવાના મામલે દેશમાં પ્રથમ

aapnugujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસની તૈયારીઓ શરૂ

editor

સુરતમાં ભાજપના ૧૨ માંથી ૬ ધારાસભ્યની ટિકિટ કપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1