Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં ભાજપના ૧૨ માંથી ૬ ધારાસભ્યની ટિકિટ કપાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતની ૧૨ પૈકીની ૬ બેઠક પર સીટીંગ ધારાસભ્યને પડતા મુકીને તેમના સ્થાને ૨ કોર્પોરેટર-સમિતિના અધ્યક્ષ અને ૪ માજી કોર્પોરેટરને ચુંટણીના મેદાનમાં ઉતારાયા છે.ઉમેદવારના નામ અંગે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રહેતાં વરાછાના ધારાસભ્યની રેલીમાં હાજર રહેલાની ટિકિટની જાહેરાત થતાં તે રેલીમાંથી બહાર નિકળીને ફોર્મ ભરવાની તૈયારીમાં લાગી ગયાં હતા.સુરતના ૧૨ પૈકી ૬ ધારાસભ્ય પડતા મુકાયા તેઓ સામે લોકોમાં વિરોધ હોવા ઉપરાંત તેમની સામે  નિષ્ક્રિયતાનું લેબલ લાગેલું હતું. ચુટંણી જીત્યા બાદ કાર્યકરોની ઉપેક્ષા કરવાનું આ ધારાસભ્યોને ભારે પડયું છે.ઉમેદવારોની પહેલી યાદીમાં ભાજપના ૫ ઉમેદવારોના નામ જાહેર થયાં તે તમામને રીપીટ કરવામાં આવ્યા હતા. બાકી રહેલી ૭ બેઠક ૨ નામ જાહેર ન થતાં ધારાસભ્યને પડતા મુકાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી હતી.ધારાસભ્ય અને મંત્રી એવા નાનુ વાનાણી અને દંડક અજય ચોકસી તથા માજી  મંત્રી રણજીત ગીટીલવાલા તથા જનક બગદાણાવાલાએ કાર્યકરોની કરેલી ઉપેક્ષાનું ફળ ટિકિટ ગુમાવીને મળ્યું હતું. આ ઉપરાંત પ્રફુલ્લ પાનસેરીયા સામે કાર્યકરોનો જ વિરોધ તેમને ભારે પડયો હતો.

આ ૬ ધારાસભ્ય સામે કાર્યકરોનો રોષ જોતાં તેમને બદલી કાઢવાનો નિર્ણય મોવડી મંડળે લીધો હતો.ભાજપે જાહેર કરેલી યાદીમાં વાનાણીની જગ્યાએ વિનુ મોરડીયા જેઓ કોર્પોરેટર અને ટી.પી. કમિટિના અધ્યક્ષ છે. જ્યારે જનક બગદાણાવાળાની જગ્યાએ  પ્રવિણ ઘોઘારી જેઓ પાણી સમિતિના અધ્યક્ષ છે તેમને ટિકિટ ફાળવી છે.જ્યારે  પ્રફુલ્લ પાનસેરીયાની જગ્યાએ માજી કોર્પેરેટ વી.ડી. ઝાલાવાડિયા અને નરોત્તમ પટેલની  જગ્યાએ માજી ટી.પી. અધ્યક્ષ અને માજી ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન છે તેને મેદાનમાં  ઉતાર્યા છે. સુરત આજે જાહેર થયેલી ૬ બેઠક પૈકી ૪ બેઠક પર માજી કોર્પેરટર અને ૨ બેઠક પર હાલના કોર્પોરેટરને ટિકિટ ફાળવાવમાં આવી છે.ભાજપના ઉત્તર વિધાનસભામાં કાંતિ બલરને ટિકિટ ફાળવવામાં આવી છે તેમના નામની જાહેરાત થઈ ત્યારે તેઓ વરાછા વિધાનસભાના ફોર્મ ભરવા જતાં ઉમેદવાર કુમાર કાનાણીની રેલીમાં હતા. તેમના નામની જાહેરાત થયાં બાદ તેઓ રેલીમાંથી નિકળીને ફોર્મ ભરવાની તૈયારીમાં લાગી ગયાં હતા.

Related posts

અમદાવાદમાં ફલાય ઓવર બ્રિજ નિર્માણના કામો ધીમા

aapnugujarat

બાળકોની સેવા એટલે ભગવાનની સેવા : સરકાર કુપોષણ નાબુદી માટે કટિબધ્ધ : નાયબ મુખ્યમંત્રી

aapnugujarat

રાજ્યમાં હજુય વરસાદ ખેંચાવાની શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1