Aapnu Gujarat
બિઝનેસ

ફ્લિકાર્ટ અને એમેઝોન બંને તેમના પ્રોડક્ટ્સ પર ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ લખવા માટે સહમત થયા

ભારતમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ કંપનીઓએ તેમની પ્રોડક્ટ્સ પર કન્ટ્રી ઓફ ઓરિજિન દર્શાવવાનું ફરજિયાત રહેશે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે, ઇ-કોમર્સ કંપનીઓના ગ્રુપે કન્ટ્રી ઓફ ઓરિજિન દર્શાવવા નું નક્કી કર્યું. ઈ-કોમર્સ કંપનીઓના ગ્રુપે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લીધો હતો, સરકાર ના આ પગલાં બાદ સરકારી ઇ-માર્કેટ્સ પર પ્રોડક્ટ્સ વેચવા માટે ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ લખવાનું ફરજીયાત બન્યું છે . ઉત્પાદનોમાં ભારતીય સામગ્રીની ટકાવારીનો ઉલ્લેખ કરવો પણ ફરજિયાત છે. સરકારે કહ્યું હતું કે, આ પગલું મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ભર્યું હતું.આ નિયમો ચીન સાથે ની આર્થિક ગતિવિધિઓ વચ્ચે ચીની ઉત્પાદનો સામે અવરોધો ઉભા કરવાની આશા છે. જો કે, આજ સુધી ઇ કોમર્સ કંપનીઓ પર લાગુ કરવાના કોઈ નિયમો નહોતા. પરંતુ આજે પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓ સાથેની મીટિંગમાં ઓનલાઇન કંપનીઓએ જણાવ્યું હતું કે તેઓ તેમના પ્રોડક્ટ પર કન્ટ્રી ઓફ ઓરિજીન ને પ્રદર્શિત કરશે.પણ તેમને બે અઠવાડિયા જેવો સમય લાગશે.

ડીપીઆઇઆઇટી એ બુધવારે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પ્રદાન કરતી કંપનીઓને તેમના મંચ પર વેચાવાવાળા દરેક પ્રોડક્ટ પર “કન્ટ્રી ઓફ ઓરિજિન”નું નામ લખવા પર તેમના મંતવ્યો પૂછ્યા હતા.સૂત્રોએ જણાવ્યું હતું કે ઈ-કોમર્સ કંપનીઓએ કહ્યું છે કે ઉત્પાદનો પર આ પ્રકારની માહિતી પ્રદર્શિત કરી શકાય છે પરંતુ તેને અમલમાં મૂકવા માટે થોડો સમય આપવો પડશે. ડીપીઆઇઆઇટી દ્વારા બોલાવાયેલી બેઠકમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, ટાટા ક્લીક, પેટીએમ, ઉડાન અને પેપરફ્રાઈએ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠક એવા સમયે યોજવામાં આવી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે લદાખની સરહદ પર તણાવ બન્યો હતો અને દેશમાં ચીનથી બનેલા માલનો બહિષ્કાર કરવાની હાકલ કરવામાં આવી રહી છે. તે જ સમયે, ભારત સરકારના ખરીદ પોર્ટલ જીઇએમ પર કોઈપણ નવા માલની નોંધણી કરતી વખતે માલના સપ્લાયર્સ અને વેચાણ કરનારાઓને મૂળ દેશ વિશે માહિતી આપવી ફરજિયાત છે.

પ્રોડક્ટ ની કન્ટ્રી ઓફ ઓરિજિન વિશે માહિતી પ્રકાશિત થયા પછી ખરીદદારો તે ઉત્પાદન ખરીદતા પહેલા વધુ સારા નિર્ણયો લઈ શકશે. મીટિંગમાં, કંપનીઓએ ડીપીઆઇઆઇટીને સૂચન કર્યું હતું કે જો તેઓ આ સંદર્ભમાં વિક્રેતાઓના અભિપ્રાયોને પણ જાણશે તો વધુ સારું રહેશે, કારણ કે વિક્રેતાઓને પણ આ પાલન કરવામાં ભાગ લેવો પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ડીપીઆઇઆઇટી થોડાક દિવસોમાં આ મુદ્દે બીજી બેઠક પણ યોજી શકે છે. દેશના છૂટક વેપારીઓની સંગઠન કેટ એ સરકારને ઇકોમર્સ કંપનીઓ દ્વારા વેચવામાં આવતા ઉત્પાદનો પર “તેમના મૂળ અથવા દેશ” નો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવવાની માંગ કરી હતી.

અખિલ ભારતીય વ્યાપારી પરિસંઘ સરકારી ઓનલાઈન પોર્ટલ પર બતાવવા માં આવેલ પ્રોડક્ટ્સ પર ઉત્પાદક દેશના નામનો ઉલ્લેખ કરવાના નિર્ણયને આવકારે છે.પરિસંઘ ના જનરલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલે બુધવારે જણાવ્યું હતું કે સંઘ ઘણા સમયથી આની માંગ કરી રહ્યું છે. સરકારના આ નિર્ણયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે. સંઘે 15 જૂને કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલને એક પત્ર મોકલ્યો હતો, જેમાં ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા વેચવામાં આવતા ઉત્પાદનો પર ઉત્પાદક દેશનો ઉલ્લેખ કરવાની માંગ કરવામાં આવી હતી, જેને ગોયલે સ્વીકારી ને પહેલા જીઈએમ પોર્ટલ પર મૂળ દેશનું નામ પ્રોડક્ટ પર લખવાનો આદેશ કર્યો છે. ખંડેલવાલે કહ્યું કે સરકારનો આ નિર્ણય તમામ ઇકોમર્સ કંપનીઓ માટે માન્ય રહેશે. આ જોગવાઈથી, ગ્રાહકો હવે માલ ખરીદતી વખતે જાણી શકશે કે તેઓ જે માલ ખરીદી રહ્યા છે તે કયા દેશનો છે અને આનાથી ગ્રાહકોની પસંદગી પર કોઈ અસર નહીં પડે.

Related posts

બિટકોઇન પોંજી સ્કીમની જેમ છે રોકાણકારોને ચેતવણી

aapnugujarat

સેંસેક્સ ૧૧૯ પોઇન્ટ સુધરીને બંધ

aapnugujarat

RBI गवर्नर ने कहा- अर्थव्यवस्था अपनी रफ्तार खो रही, निर्णायक मौद्रिक नीति की जरूरत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1