Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભૂકંપથી થર થર કાંપ્યું મિઝોરમ,કેન્દ્ર સરકારે મિઝોરમ સીએમને મદદ કરવાની ખાતરી આપી

મિઝોરમ માં સોમવાર સવારે 5.3 તીવ્રતા ના ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભૂકંપની સ્થિતિ અંગે ની જાણકારી મેળવ્યા બાદ સોમવારે સવારે મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથંગા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હટી કે કેન્દ્ર સરકાર તરફથી બધી શક્ય મદદ કરવામાં આવશે. સોમવારે મોદીએ ટ્વિટ કર્યું હતું કે તેમણે મુખ્યમંત્રી ઝોરમથંગા સાથે વાત કરી હતી અને રાજ્યમાં ભૂકંપની પછી ની સ્થિતિ અંગે ની માહિતી મેળવી છે. મિઝોરમને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદ કરવામાં આવશે.આ સમય દરમિયાન શાહે મિઝોરમના મુખ્ય પ્રધાનને રાજ્યમાં ભૂકંપની પરિસ્થિતિનું અવલોકન કરવા માટે ફોન પણ કર્યો હતો. ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું કે જોરમથંગા જી સાથે વાત કર્યા પછી, તેમણે રાજ્યમાં ભૂકંપ પછીની પરિસ્થિતિની સમીક્ષા કરી. મેં મુખ્યમંત્રીશ્રીને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી છે. રાજ્યમાં સૌની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી.તમને જણાવી દઈએ કે સોમવારે સવારે મિઝોરમમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મિઝોરમ રાજ્યના ચમફાઇ જિલ્લામાં આજે સવારે 4:10 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપના આંચકા ની તીવ્રતા 5.3 હતી. પણ હાલ માં ભૂકંપથી કોઈ જાન-માલના નુકસાનની જાણ થઈ નથી.ભૂકંપનું કેન્દ્ર ચમફાઇ જિલ્લાના 20 કિમી નીચે જમીન માં હતું.

Related posts

દેશના અનેક ભાગોમાં મૂર્તિ ખંડિત કરાતાં ભારે તંગદિલી

aapnugujarat

बीजापुर में सुरक्षाबलों को सफलता, १० नक्सली ढेर

aapnugujarat

૧૦૦ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલના ભાવ ચુકવવા થઇ જાઓ તૈયાર

editor

Leave a Comment

UA-96247877-1