Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧૦૦ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલના ભાવ ચુકવવા થઇ જાઓ તૈયાર

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ડબલ્યુટીઆઈ એક વર્ષ બાદ ૫૦ ડોલર પ્રતિબેરલની સપાટી વટાવી ગયો છે. તો, બ્રેટ, ૫૪થી ૫૫ ડોલર પ્રતિ બેરલ વચ્ચે રહ્યો હતો. જેને કારણે ભારતીય વાયદા બજારમાં કાચા તેલની કિંમત લગભગ ૩૭૦૦ રૂપિયા પ્રતિબેરલ પર પહોંચી ગઈ છે.જાણકારોનું કહેવું છે કે આવનાર ૬ મહિના ક્રૂડ ઓઇલ માટે ઘણા મહત્વના છે. આ દરમ્યાન ક્રૂડ ઓઇલની કિંમતોંમેં ૧૦થી ૧૫ ડોલર પ્રતિ બેરલનો વધારો થવાનું અનુમાન છે. જો આમ થશે તો ટેક્સમાં કપાત ન થતા દેશમાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા થઇ શકે છે અને ડીઝલના ભાવ ૯૦ રૂપિયા પ્રતિ લીટરને પર થઇ શકે છે.કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયા જણાવે છે કે લોકડાઉન દરમ્યાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘણા ઘટી ગયા હતા. જેમ-જેમ અર્થવ્યવસ્થા પાછી પાટા પર આવતી ગઈ તેમ તેમ ઓઈલનો વપરાશ વધતો ગયો. જેને કારણે છેલ્લા કેટલાંક મહિનાઓથી ક્રૂડઓઇલની કિંમતોમાં પણ વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવનાર દિવસોમાં અર્થવ્યવસ્થા વધુ તેજ થશે. વેક્સીન પણ આવી રહી છે. ત્યારબાદ, ક્રૂડ ઓઈલના ભાવ ૬ મહિનામાં ૬૫થી ૭૦ ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઇલ ૬૦થી ૬૫ ડોલર સુધી પહોંચવાના સંભાવના છે.કેડિયાએ વધુમાં જણાવ્યું કે ગત દોઢ વર્ષમાં ઓઇલ કંપનીઓ અને સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાંતર રાખ્યા છે. લોકોને પેટ્રોલ ૬૦ રૂપિયે ખરીદવાની આદત પડી ગઈ છે. તો કેન્દ્ર સરકાર જો ટેક્સ ઓછો કરી દે છે તો પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેર નહિ પડે.

Related posts

રેણુકા ચૌધરીની હસી પર મોદીના નિવેદનથી રાજ્યસભામાં આજે હોબાળો

aapnugujarat

ભાજપે રીલીઝ કર્યુ ‘નમો’ની રાષ્ટ્ર લાગણીને પ્રતિબિંબિત કરતું ગીત

aapnugujarat

SP leader Lalji Yadav shot dead in UP by some bike-borne assailants

aapnugujarat

Leave a Comment

UA-96247877-1