Aapnu Gujarat
ગુજરાત

દિયોદરમાં પક્ષીઘરનું ખાતમુહુર્ત

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ખાતે રહેતા અને જિલ્લામાં સારી નામના મેળવતા અને દાનવીર એવા સ્વ. માલજીભાઈ દેસાઈના ધર્મપત્ની બનાસકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી દિયોદર ખોડાઢોર પાંજરાપોળ ખાતે સાડાપાંચ લાખ રૂપિયા પક્ષી ઘર માટે ફાળવવામાં આવ્યા હતા. જોકે દિયોદર ભેંસાણા હાઈવે થીં ખોડાઢોર પાંજરાપોળ સુધીના કાચા રોડને પાકો બનાવવા માટે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા ૨,૫૦,૦૦૦ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
ખાતર્મુહત પ્રસંગે માનસિંહજી વાઘેલા(માજી ધારાસભ્ય ),તાલુકા પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા,દિયોદર સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા, દિયોદર મામલતદાર, દિયોદર આરોગ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, જયંતીભાઈ દોષી,તેમજ સ્વઃ માલજીભાઈ દેસાઈના પરિવારજનો તેમજ જામાભાઈ પટેલ, પ્રદીપભાઈ શાહ ,તેમજ અધિકારીગણ, પદઅધિકારી ગણ ઉપસ્થિત રહ્યાં હતા.સૌ પધારેલ મહેમાનોનું દિયોદર ખોડાઢોર પાંજરાપોળ તેમજ જૈન અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.સૌને પક્ષીઘર અને પાણીના કુંડા અર્પણ કરવામાં આવ્યા હતા.જોકે એસપીસીએના પ્રમુખ જે. બી.દોશી તેમજ જૈન અગ્રણીઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો..

Related posts

ભાજપે એક કરોડની ઓફર કરી, ૧૦ લાખ રોકડ આપ્યા : પાટીદાર નેતા નરેન્દ્ર પટેલ

aapnugujarat

અમદાવાદના કૃષ્ણનગરમાં બાળ તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ

aapnugujarat

પાટડીમા ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1