Aapnu Gujarat
ગુજરાત

જબુગામમાં ‘યોગ દિવસ’ની ઉજવણી

બોડેલી તાલુકાનાં જબુગામ ગામમાં સી.એચ.સી અને દીપક ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીમાંથી કેવી રીતે બચી શકાય તેની માહિતી આપવામાં આવી હતી અને જિલ્લામાં વધતા જતા સિકલસેલનાં દર્દીઓને ખોરાક કઈ રીતે લેવો અને આ બીમારીથી કઈ રીતે લડી શકાય, અને લગ્ન નક્કી કરતા પહેલા સિકલસેલ ચેક કરાવીને લગ્ન કરવા, જો યુવક અને યુવતી બંને સિકલસેલનાં દર્દી હોય તો એ લગ્ન ન કરવો એવી સલાહ પણ આપવામાં આવી હતી અને સાથે સાથે જબુગામ હોસ્પિટલમાં જિલ્લાની ટીમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાનાં જબુગામ ગામમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા દીપક ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી ડૉ. હિરેન ગોહિલ, ઝારા.એમ.લાખાણી, મનોરમાબેન, અવનીબેન, દિલીપ વરીયા અને જિલ્લા તથા તાલુકાની ટીમની ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામ કાર્યક્રમ યોજાયો હતો.આમ વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ગુજરાતીઓ માટે દર્શન સરકાર વસૂલશે ફી

aapnugujarat

રાજીવનગરમાં તસ્કરો બંધ મકાનમાંથી સોનાનાં ઘરેણાં અને મોબાઇલની ઉઠાંતરી કરી ગયા

aapnugujarat

હજીરામાં વ્રજ ટેંક કે-૯ રાષ્ટ્રને અર્પણ : સુરક્ષા વધુ મજબૂત થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1