Aapnu Gujarat
ગુજરાત

રાજીવનગરમાં તસ્કરો બંધ મકાનમાંથી સોનાનાં ઘરેણાં અને મોબાઇલની ઉઠાંતરી કરી ગયા

પોરબંદર શહેરમાં તસ્કરો ફરી સક્રિય બન્યાં હોય તેમ રાજીવનગર વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયાં હતાં અને સોનાના ઘરેણાં , મોબાઇલ સહિત કુલ રૂા.૩પ હજારનાં મુદામાલની ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરનાં રાજીવનગર શ્રીજી સોસાયટી હિરો હોન્ડાનાં શોરૂમની પાછળ રહેતા હરદાસભાઇ વિક્રમભાઇ રાતડીયાનાં બંધ મકાનમાંથી ગત તા.૭ એપ્રિલનાં રોજ તસ્કરો ખાબકયાં હતાં. મકાનનાં દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમમાં રહેલા કબાટમાંથી સોનાની કાનની બુટી નંગ-ર, સોનાની સર નંગ-ર, સોનાનું પેન્ડલ નંગ-૧ મળી કુલ દોડ તોલાનાં ઘરેણાં કિંમત રૂા.રપ હજાર તેમજ રૂા.૧૦ હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.૩પ હજારનાં મુદામાલની ચોરી કરી ગયા હતાં. હરદાસભાઇનો પરિવાર બહાર ગામ હતો એ દરમિયાન પાછળથી તસ્કરો આ બંધ મકાનમાં ખાબકયા હતાં. અને ચોરી કરી ગયા હતાં. જયારે હરદાસભાઇનો પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે મકાનનાં દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘરનો માલ-સામાન વેર વિખેરની હાલતમાં જોવા મળતાં તેવો હતપ્રભ બની ગયા હતાં. ઘરમાં તપાસ કરતાં સોનાના ઘરેણાં અને મોબાઇલની ચોરી થઇ હોવાનું ઘ્યાન ઉપર આવતાં તેમણે તુરંત જ ઉધોગનગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ એસ.એ.સોલંકી સહિતનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. અને એફએસએલની મદદથી ચોરીનો ભેદ ઉકેલવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. શહેરમાં ફરી તસ્કરો સક્રિય બનતાં લોકો અસલામતીનો અનુભવ કરી રહયાં છે.

Related posts

જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા

aapnugujarat

अहमदाबाद शहर-जिले की २१ सीटों पर भाजपा में २ हजार दावेदार

aapnugujarat

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હાર્દિક પટેલ ગાયબ : કોંગ્રેસમાં મળ્યું હતું હેલિકોપ્ટર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1