Aapnu Gujarat
ગુજરાત

કડી હિન્દુ યુવા વાહિની દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે આવા વિપરીત સમયગાળા માં પણ કડી ના કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા તમામ મીડિયા કર્મી, કડી નગરપાલિકાના સફાઇ કામદારો, ડોક્ટર્સ જેવા કોરોના વોરીયર્સનું બિરુદ આપવામાં આવ્યું છે તેવા કોરોના વોરિયર્સ નું પુષ્પ વર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમગ્ર કડી શહેરમાં નગર પાલિકાના સફાઇ કામદારો ચોવીસ કલાક ખડે પગે સેવા બજાવી રહ્યા છે અને પોતાના ઘર કે પરિવારની ચિંતા કર્યા વગર કડીને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આશરે કડા્‌ના ૧૫૦ સફાઈ કામદારોને હિન્દુ યુવા વાહીનીના સભ્યો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે પુષ્પ વર્ષા અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને મિડિયા કર્મી અને ડોકટર્સને પુષ્પ વર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની સાથે કડી નગરપાલિકાના ચીફ ઓફીસર નરેશભાઈ પટેલ, પ્રમુખ શારદાબેન પટેલ,ઉપપ્રમુખ નિલેશભાઈ નાયક હાજર રહ્યા હતા. સાથે મહેસાણા જિલ્લાના હિન્દુ યુવા વાહિની કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

વાવના ભાજપ મહામંત્રી દારૂ પીધેલી હાલતમાં પકડાતાં ચકચાર

aapnugujarat

ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી

editor

પાવીજેતપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા ભૂમિ પૂજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1