Aapnu Gujarat
રાષ્ટ્રીય

પંજાબમાં ફરીથી લોકડાઉન

કોરોના સંકટના કારણે સમગ્ર દેશમાં પાંચમું લોકડાઉનમાં ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે જ્યાં પંજાબમાં ફરી એક વખત લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે. જોકે, સરકારે પણ વીકેન્ડ તેમજ કોઈ પણ રજાના દિવસે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. જેમાં જરૂરી સેવાઓને બાદ કરતા કોઈને પણ ઘરની બહાર નિકળવા માટેની છૂટ નહીં આપવામાં આવે. જેમો અર્થ થાય છે કે શનિવાર અને રવિવારના રોજ પંજાબમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે. ફરી એક વખત પંજાબની બોર્ડરને સીલ કરી દેવામાં આવશે. જ્યાં પંજાબના પાટનગર અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢમાં પણ ઈન્ટર સ્ટેટ બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ફ્લાઈટ અને ટ્રેનથી આવનારા પ્રવાસીઓને હવે ઘરમાં જ ૧૪ દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના પોઝિટિવના જે મામલા નોંધાયા છે તે એવા જ લોકોના છે કે જે બીજે ક્યાંકથી મુસાફરી કરીને આવ્યા હોય.પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કોરોનાના સંકટ સામે લડવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ કોરોના સામે ઝઝૂમવા માટે સખતમાં સખત પગલાઓ લેવાના સંકેત આપ્યા છે. તેઓનું માનવું છે કે દિલહીમાં જે ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સીધી અસર પંજાબ પર પણ પડી રહી છે કારણકે ત્યાંથી દરરોજ સરેરાશ ૫૦૦થી ૮૦૦ વાહનો પંજાબમાં આવી રહ્યા છે. એવામાં પંજાબ સરકાર એવો વિચાર કરી રહી છે કે દિલ્હી અને અન્ય રાજ્યોમાંથી પંજાબમાં આવી રહેલા લોકો માટે કોરોનાનો ટેસ્ટ કરવો ફરજિયાત કરી દેવામાં આવે.

Related posts

લોકસભા ચૂંટણી : આજે ૫૧ સીટો પર મતદાન

aapnugujarat

આર્મી કરતાં આરએસએસ સારું, નહેરુએ પણ માંગી હતી મદદ : ઉમા ભારતી

aapnugujarat

काश्मीर में ५.७ तीव्रता का भूकंप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1