Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી : આજે ૫૧ સીટો પર મતદાન

લોકસભા ચૂંટણીના ચાર તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે પાંચમા તબક્કાની ચૂંટણી માટે મતદાન થનાર છે.આને માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પાંચમા તબક્કામાં યોજાનાન મતદાન વેળા કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ઉંચા મતદાનની ખાતરી કરવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા પહેલાથી જ અપીલ કરવામાં આવી છે.આવતીકાલે પાંચમા તબક્કામાં મતદાન વેળા રાજસ્થાન અને મધ્યપ્રદેશની મુખ્ય સીટો પર મતદાન થનાર છે. આ મતદાન એટલા માટે ઉપયોગી છે કે હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ બંને રાજ્યોમાં કોંગ્રેસની જીત થઇ હતી. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ ઉપર આવતીકાલે મતદાન યોજાનાર છે. પાંચમાં તબક્કામાં ૬૭૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાનીનો સમાવેશ થાય છે. પ્રથમ ચાર તબક્કામાં ૩૭૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ આવતીકાલે વધુ ૫૧ સીટ મતદાન થનાર છે. આવતીકાલે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૪૨૫ સીટ પર મતદાનન પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. ત્યારબાદ ૧૧૮ સીટ પર મતદાનની પ્રક્રિયા બાકી રહેશે. પાંચમા તબક્કામાં ૬૭૪ ઉમેદવારો ભાગ્ય અજમાવવા જઇ રહ્યા છે. મેદાનમાં રહેલા કુલ ઉમેદવારો પૈકી ૧૮૪ ઉમેદવારો કરોડોની સંપત્તિના માલિક છે. આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે ૨.૫૬ કરોડ રૂપિયા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રહેલી છે. પાંચમા તબક્કાની ચૂંટણીમાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી ૧૫૦ ઉમેદવારો રાષ્ટ્રીય પાર્ટીઓના છે. આવી જ રીતે ૩૧ ઉમેદવારો રાજ્ય સ્તરીય પક્ષોના રહેલા છે. ૨૪૦ ઉમદવારો નોંધાયેલા બિનમાન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના છે. શૈક્ષણિક યોગ્યતાની વાત કરવામાં આવે તો ૪૦ ટકા ઉમેદવારો ૧૨માં ધોરણ સુધી અભ્યાસ કરેલા છે. બાવન ટકા ઉમેદવારો સ્નાતક સુધી અભ્યાસ કરી ચુક્યા છે. ૪૩ ટકા ઉમેદવારો તો માત્ર સાક્ષર રહેલા છે.આવી જ રીતે પાંચમા તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી ૧૨૬ ઉમેદવારો પર અપરાધિક કેસ રહેલા છે. ૯૫ ઉમેદવારો પર ગંભીર અપરાધિક કેસ રહેલા છે. લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૪ સીટો ઉપર છઠ્ઠી મેના દિવસે મતદાન થનાર છે. ઉત્તરપ્રદેશની જે ૧૪ સીટ પર આવતીકાલે મતદાન યોજાનાર છે તેમાં સીતાપુર, મોહનલાલ ગંજ, ફિરોજાબાદ, અમેઠી, લખનૌ, રાયબરેલી ફતેહપુર, બાંદા, બારાબંકી, કૌશાંબી, કેસરગંજ ગોન્ડા, બહરાઇચનો સમાવેશ થાય છે. જેથી તમામની નજર ઉત્તરપ્રદેશ પર કેન્દ્રિત થઇ ગઇ છે. આમાથી ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ અમેઠી અને રાયબરેલીને છોડી દેવામાં આવે તો ભાજપે ૧૨ સીટો જીતી હતી. આ તબક્કામાં કોંગ્રેસને આ વખતે પણ બે સીટો જાળવી રાખવા માટેની આશા દેખાઈ રહી છે.આ તબક્કામાં ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. પાંચમાં તબક્કામાં અનેક મોટા માથાઓ ભાગ્ય અજમાવી રહ્યા છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. સાત રાજ્યોને આવરી લેતી સીટ પર મતદાનને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ વખતે મેદાનમાં ૭૯ મહિલાઓ છે. પાંચમાં તબક્કામાં મતદાનને લઇને તૈયારીઓ શરૂ થઇ ચુકી છે ત્યારે ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટના આધાર પર તેમની સંપત્તિમાં ચકાસણી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયું હતું. આવતીકાલે પાંચમા તબક્કામાં મતદાન થયા બાદ છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. અગાઉના ચારેય તબક્કાની જેમ પાંચમાં તબક્કાના મતદાન વેળા પણ તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાઆવી છે. તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા હતા. જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે.
ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા છે. આ પ્રથમ એવી ચૂંટણી છે .૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. લોકસભાની ચૂંટણીને લઇને મતદારોમાં ઉત્સાહ દેખાઇ રહ્યો છે.

Related posts

દેશને શટકાવવાની વાત હશે, તો દરેક અવાજ જેલની પાછળ હશે : અમિત શાહ

aapnugujarat

रसोई गैस पर अब मिलेगी दोगुनी सब्सिडी

aapnugujarat

સંસદનો સામનો કરવા માટેની મોદીમાં હિંમત નથી : સોનિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1