Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુરનાં સ્ટેશન વિસ્તારમાં વધુ બે કોરોના સંક્રમિત છોટાઉદેપુર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ ૧૪ નોંધાયા..

ગુજરાત સહિત છોટાઉદેપુર જીલ્લા માં કોરોના કહેર યથાવત બોડેલી ખાતે થી કોરોના સંક્રમિત ૬ જેટલા વ્યક્તિ નોધાયા હતા. ત્યાર બાદ છોટાઉદેપુર નગરમાં સ્ટેશન વિસ્તારનાં ૫ સહિત કુલ છ જેટલા કોરોના ગ્રસિત દર્દીઓ નોધાયા છે.
છોટાઉદેપુર નગરનાં પ્રથમ દર્દી એવા ૩૧ વર્ષીય સોહેલ રેન્જરનાં સંપર્કમાં આવનાર તેના મિત્રો તથા પરિવાર જનોનાં રિપોર્ટ લેવાયા હતા.જેમાંથી બીજા ચાર વ્યક્તિ ને કોરોના સંક્રમિત આવતા છોટાઉદેપુર નગરમાં વહીવટી તંત્ર દ્વારા લોકડાઉન નો કડક અમલ શરૂ કરાયો હતો.
છોટાઉદેપુર જીલ્લામાં કોરોના સંક્રમિત કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. આજે પણ કોરોના રિપોર્ટનાં ટેસ્ટ આવતા બે વ્યક્તિ ના રિપોર્ટ પોઝીટીવ આવતા. જીલ્લામાં કુલ ૧૪ વ્યક્તિ કોરોના સંક્રમિત જાહેર થયા છે. કોરોના કહેર ને અટકાવવા જિલ્લા વહિવટી અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઑ અને પોલીસ જવાનો દવારા લોકડાઉનનો ચૂસ્ત અમલ કરાવવો જરૂરી બની ગયો છે.
હાલ આ તમામ કોરોના સંક્રમિત દર્દીઓને છોટાઉદેપુર મેડીટોપ હોસ્પિટલ ખાતેનાં આયશોલેશન વોર્ડ માં ખસેડવા માં આવ્યા હતા.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

સુરતમાં ચાર લોકોએ આપઘાત કર્યો

editor

૩૦ એપ્રિલ સુધી સાપુતારા સંપૂર્ણ બંધ રહેશે

editor

લીંબડી ટાવર બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી

editor

Leave a Comment

UA-96247877-1