Aapnu Gujarat
ગુજરાત

લીંબડી ટાવર બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી

રાજાશાહી વખતના ટાવર બંગલાનો કાટમાળ બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા લીંબડી મામલતદાર, નાયબ મામલતદાર, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતીે. લીંબડી ફાયર બ્રિગેડ, વઢવાણ ફાયર બ્રિગેડ, તેમજ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી ત્યારબાદ આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કલાકૃતિના બેનમૂન નમૂના સમાન આ બિલ્ડિંગની જાળવણીમાં ઉદાસીનતા જોવા મળી હતી તેમજ તેની જાળવણી તેમજ સ્વચ્છતા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું. હાલ તો આ વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા અવાર નવાર આગચંપીના બનાવોનો શિકાર ટાવર બંગલો બન્યો છે. રાજાશાહી વખતનું વારસો ધરાવતા આ બિલ્ડિંગ પર પોલીસ પોઇન્ટ ગોઠવી તેમજ હોમ ગાર્ડ દ્વારા અથવા સીસીટીવી કેમેરા દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવી કલાકૃતિનો આ બેનમૂન નમૂનો ધરાવતી ઇમારતને જાળવવા પ્રયત્ન કરવો જોઈએ. આવારા તત્વો દ્વારા ત્રણથી ચાર વખત આગચંપીના બનાવો ટાવર બંગલામાં બન્યા છે તો હવે પછી આવી ઘટના ન બને તે માટે તંત્ર યોગ્ય વ્યવસ્થા ગોઠવી તેવું લોકો ઇચ્છી રહ્યા છે અને રાજાશાહી આ વખતની વિરાસતને જાળવવી એ લીબંડી નગરજનોની ફરજ બને છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

કોંગ્રેસ આંદોલનકારી સાથે ડબલ રમત રમે છે : ભાજપ

aapnugujarat

વિરમગામનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે યુવા શક્તિ ગ્રુપ અને રામ મહેલ મંદિરનાં મહંતે આવેદનપત્ર આપ્યું

aapnugujarat

સંસ્કૃતિમાં સમૂહલગ્ન પ્રણાલી અનુમોદનીય : વિજય રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1