Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર તાલુકામાં ભારતીય સ્ટેટ બેંક ગ્રાહક સેવા કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા ગ્રાહકો.

પાવીજેતપુર..

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી નાં સમયે સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે તે દરમિયાન ગરીબ લોકોને સહાયરૂપે અલગ અલગ યોજનાઓ અંતર્ગત સરકાર દ્વારા પોતપોતાના ખાતાઓમાં સહાયતા માટે સીધા જ ખાતાઓમાં જમા કરી દેવામાં આવ્યા છે જેને ઉપાડવા માટે આવતા ગ્રાહકો ભારતીય સ્ટેટ બેન્કના ગ્રાહક સેવા કેન્દ્ર ઉપર ચુસ્તપણે નિયમોનું પાલન કરતા જોવા મળ્યા.

સરકાર શ્રી દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત મહિલાઓના ખાતામાં ૫૦૦/- રૂપિયા , ખેડૂતો નાં ખાતામાં સન્માન નિધિ યોજના મુજબ ૨૦૦૦/- રુપિયા,ઉજજવલા યોજના ગેસ સબસીડી સહાયરૂપે મહિલાઓના ખાતામાં રુપિયા ૭૫૬/-, વિધવા /વૃદ્ધા પેન્શન યોજનામાં ૧૫૦૦/- રૂપિયા, મુખ્યમંત્રી કલ્યાણ યોજના બીપીએલ રેશન કાર્ડ ધારકોના લાભાર્થીઓને ૧૦૦૦/- જેવો સીધો લાભ ગ્રાહકોના ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા સિધા ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવેલ જેને ઉપાડવા માટે ગામડાંઓમાંથી આવેલા ગ્રાહકો પોતે લોક ડાઉન દરમિયાન ગ્રાહક સેવા કેન્દ્ર ઉપર પોતાના મોઢે માસ્ક બાંધી, સોશિયલ ડિસ્ટન્સ રાખી લાઈનોમાં ઉભા રહી અને સેનિટાઈઝર દ્વારા પોતાના હાથ ધોઈ નાણાં ની લેવડદેવડ કરતા ગ્રાહકો નજરે જોવા મળ્યા હતા.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

ખર્ચનો હિસાબ ન રજૂ કરનાર ૮૯ ઉમેદવારને રાજય ચૂંટણી પંચની નોટિસ

aapnugujarat

બુટલેગરને પોલીસે જાહેરમાં ફટકાર્યો

aapnugujarat

फर्जी पासपोर्ट पर युवक दुबई से आया : एयरपोर्ट से गिरफ्तारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1