Aapnu Gujarat
ગુજરાત

બુટલેગરને પોલીસે જાહેરમાં ફટકાર્યો

તાજેતરમાં ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખનો જાહેરમાં દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો છે તો બીજી તરફ બનાસકાંઠામાં બુટલેગરની દંડા વડે જાહેરમાં દોલાઇ કરતો વીડિયો વાયરલ થયો છે. દારૂ ભરેલી જીપ સાથે ઝડપાયેલા બુટલેગરને પોલીસે જાહેરમાં ફટકાર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના થરાદ પાસે આવેલા જેતડા ગામ પાસે પોલીસે દારૂ ભરેલી જીપ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. સિદ્ધરાજ વાઘેલા નામના બુટલેગરને દારૂ અને ગાડી સહિત કુલ ૧.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સિદ્ધરાજ વાઘેલા સ્થળ ઉપરથી નાસી જાય તે પહેલા પોલીસે પકડની દોરડા વડે બાંધ્યો હતો.
વીડિયોમાં દેખાય છે એમ બે પોલીસ કર્મચારીઓએ બુટલેગરને દોરડા વડે બાંધી જીપ પાલે લઇ જાય છે. એક પોલીસે તેને પકડી રાખ્યો છે અને બીજો દંડા વડે ફટકારી રહ્યો છે. અન્ય બુટલેગરોને ચેતવણી રૂપ પોલીસે સિદ્ધરાજ વાઘેલાને જાહેરમાં ફટકાર્યો હતો.

Related posts

આણંદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાત કર્યો

aapnugujarat

રાજકોટ શહેરમાં રીલ્સ અપલોડ કરવા બાબતે મિત્રએ કરી મિત્રની હત્યા

aapnugujarat

પ્રધાનમંત્રી મોદીના હસ્તે ૪ માર્ચે મેટ્રો ટ્રેનનું ઉદ્‌ઘાટન થશે નીતિન પટેેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1