Aapnu Gujarat
ગુજરાત

ડુંગળીનું ઓછું વાવેતર આ વર્ષે ગ્રાહકોને રડાવશે

ડુંગળીનું વાવેતર આ વર્ષે ઓછું થતા ડુંગળી આ વર્ષે ગ્રાહકોને રડાવી શકે છે. આ વર્ષે ૩ ડિસેમ્બર સુધીમાં સરેરાશ ૧૨,૧૯૧ હેક્ટરમાં અથવા ગયા વર્ષની સરખામણીમાં ૫૦ ટકા વિસ્તારમાં જ ડુંગળીનું વાવેતર થયું છે. ૨૦૧૭માં ૩ ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ૨૪,૨૦૦ હેક્ટરમાં ડુંગળીનો પાક લેવામાં આવ્યો હતો. રાજ્યમાં કૃષિ વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે શિયાળામાં રાજ્યમાં સરેરાશ ૪૬,૪૦૦ હેક્ટર વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થાય છે. આ વર્ષે સરેરાશ ૨૬ ટકા એકરમાં અથવા ૧૨,૧૯૧ હેક્ટરમાં વાવણી થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડુંગળીનો પાક મુખ્યત્વે ભાવનગર અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં લેવામાં આવે છે. આ વર્ષે ૧૨,૧૯૧ હેક્ટરમાં વાવણી કરવામાં આવી છે તેમાંથી સૌરાષ્ટ્રમાં ૧૦,૯૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યારે આ વર્ષે સૌરાષ્ટ્રમાં પૂરતું પાણી નથી અને એટલા માટે જ ખેડુતો ડુંગળીની વાવણી કરવાનું ટાળી રહ્યા છે. ડિસેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું પૂર્ણ થઈ ગયું છે ત્યારે એકર દીઠ ડુંગળીની વાવણીને વેગ મળે તેવું લાગતું નથી.
મહત્વની વાત એ પણ છે કે ૨૦૧૭ના વર્ષમાં પણ પાણીની તકલીફ હતી જ પરંતુ ખેડૂતોને તેમના પાકમાંથી કમાણી થઈ શકે તેવી રકમ પણ પ્રાપ્ત થઈ હતી જેના કારણે તેમણે વાવણી ચાલુ રાખી હતી. અમદાવાદ એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી યાર્ડમાં ડુંગળી ૫ થી ૧૧ રુપિયા પ્રતિ કિલો વેચાય છે. ત્યારે રિટેઈલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ૨૫ રુપિયા કિલો છે.

Related posts

સાધ્વી જયશ્રીગીરીને જેલ હવાલે કરવા કોર્ટનો હુકમ

aapnugujarat

અમદાવાદની પાંચ, સુરતની બે અને ભાવનગરની એક ટીપી સ્કીમ મંજૂર

aapnugujarat

ઝઘડિયામાં લવ-જેહાદ : મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને ભગાડી ગયો

editor

Leave a Comment

UA-96247877-1