Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં ચાર લોકોએ આપઘાત કર્યો

(કોરોના મહામારી વચ્ચે લૉકડાઉન અને ત્યાર બાદ વેપાર ઉદ્યોગ બરાબર ના ચાલતા ઘણા લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ છે. પરિવારનું આર્થિક ભરણપોષણ કરવામાં નિષ્ફળ જતા માનિસક તાણમાં આવીને આપઘાતની ઘટના વધી છે. આવી જ ચાર ઘટના સુરતમાં બની છે.
સુરતના કતારગામ ખાતે રહેતા અને અને ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલ અશોક ભાઈ કરજીયા કતારગામની વીણા નગર ખાતે રહેતા હતા. કોરોનાના લઈને તેમના ડાયમંડ ઉદ્યોગમાં કામ બરાબર ચાલતું ન હતું. પરિવારની આર્થિક જરૂરિયાત પુરી ના કરી શકતા દરરોજ પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતી હતી. આર્થિક મુશ્કેલીથી કંટાળી અશોક ભાઈએ ગતરોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણકારી મળતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.સુરતમાં બીજી પણ આપઘાતની ઘટના બની છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ કેશવ નગરમાં રહેતો અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો યુવરાજ પ્રકાશ પાટીલ કોરોના મહામારીને લઈને બેકાર હતો. અનલોક બાદ તેને કામ તો મળ્યું પણ યોગ્ય નહીં હોવાને કારણે તેને મજૂરી ઓછી મળતા પરિવારનું આર્થિક ગુજરાન ચલાવવા મુશ્કેલી પડતી હતી. આર્થિક પરિસ્થિતિના કારણે યુવરાજે ગતરોજ પોતાના ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. ઘટનાની જણકારી મળતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધ તપાસ શરૂ કરી છે.
ત્રીજા બનાવમાં સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ સુથાર મોહલ્લામાં રહેતા અલી અબ્બાસ મોહમ્મદ જાફર વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે કોરોના મહામારીના કારણે વેપાર ધંધા બરાબર ન ચાલતા પરેશાન હતા. અલી અબાસે ૧૪ જાન્યુઆરીના રોજ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગતરોજ મોત થયું છે.
ચોથા બનાવમાં મૂળ ભાવનગર ઉમરાળાના વતની ઈશ્વર શભુ ડાયા સુરતમાં પુણા ગામ ખાતે ગૌતમ પાર્ક રો હાઉસમાં રહેતા હતા હતા. તે કાપડના લુમસનું કારખાનું ધરાવતા હતા જોકે લોકડાઉન બાદ તેમનું કારખાનું બંધ થઈ ગયું હતું.
આ પછી હીરાના વેપાર સાથે જોડાયા હતા. જોકે તેમાં પણ સફળતા મળી ન હતી. ખરાબ આર્થિક પરિસ્થિતિના કારણે ગતરોજ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ તમામ ચારેય ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Related posts

વડોદરામાં ગણેશજીની ૯ ફુટથી ઉંચી મૂર્તિ બનાવી તો પોલીસ સ્ટેશન જવું પડશે !!

aapnugujarat

હું શપથ લઉં છું કે, હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું

editor

૨૦ મ્યુનિસિપલ કવાર્ટસના રિડેવલપમેન્ટની તૈયારી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1