Aapnu Gujarat
ગુજરાત

બાવલું પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ પી.એસ.આઇ. સોનારાબેન દ્વારા પોતાના સ્વખર્ચે સેનેટાઇઝર ટનલ મેકવામાં આવી


સમગ્ર ભારત આજે સરકાર ના આદેશ પ્રમાણે 3 મેં સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે દેશમાં કોરોના વાયરસ દિવસે ને દિવસે વધતાં જતા હોવા થી આ વાયરસ થી બચવામાટે અને હવે પોલીસ કર્મચારીઓ ઉપર પણ કોરોના વાયરસના કેશ સામે આવતા ચિંતા નો વિષય બની જતા કડી તાલુકાના ના બાવલું ગામમાં ના પોલીસ સ્ટેશનમાં માં ફરજ બજાવતા મહિલા પોલીસ દ્વારા પોતાના સ્વખચે સેનેટાઇઝર ટનલ મેકવામાં આવી છે.સરકાર દ્વારા લોકોને કામસીવાય ઘર ની બહાર નહીં નીકળવાની વારંવાર અપીલ કરવામાં આવી રહી છે અને ઘર ની બહાર નીકળો તો મોઢા ઉપર માસ્ક તેમજ સેનેટાઇઝર દ્વારા હાથ સાફ કરવાનું તેમજ સામાજિક અંતર જાળવવા નું કહેવામા આવી રહું છે ત્યારે બાવલું ગામમાં ના પોલીસ કર્મચારીઓ પોતાના શરીર કે પરીવાર ની ચિંતા કર્યા વગર પોતાની ફરજ રાત-દિવસ કામ કરતા હોય છે ત્યારે તે પોલીસ કર્મચારીઓ દેશ ને કોરોના મુક્ત બનાવવા માટે હંમેશા મહેનત કરતા હોય છે અને લોકો ને સમજાવી ને ધર ની બહાર ના નીકળવા ની અપીલ કરતા હોય છે છતાં પણ જે લોકો ને વારંવાર અપીલ કરવા આવેતો પણ જાહેરનામા નો ભંગ કરતા હોય છે ત્યારે બાવલું પોલિસ દ્વારા કકડ કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે બાવલું પોલીસ સ્ટેશનના કર્મચારીઓ નું પણ ધ્યાન રાખવા માટે મહિલા પોલીસ પી.એસ.આઇ. એસ.એન.સોનારાબેન દ્વારા પોતાના સ્વખર્ચે 14000 રૂપિયા ની ઓટોમેટિક સેનેટાઇઝર ટનલ મેકવામાં આવ્યું છે જેથી કરીને પોલીસ સ્ટેશનમાં આવતા મુલાકાતીઓ અને પોલીસ સ્ટાફ માટે વાયરસ થી બચવા માટે સૌપ્રથમ સેનેટાઇઝર કરી ને જ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવે છે. બાવલું ગામમાં ફરજ બજાવતા બાહોશ અને નિડર મહિલા પોલીસ પી.એસ.આઇ. સોનારાબેન એક માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આપણું ગુજરાત ન્યૂઝ કડી
જૈમિન સથવારા

Related posts

હિંમતનગરના ચાર યુવાનોને ઉદયપુર પાસે નડ્યો અકસ્માત

aapnugujarat

दिन प्रतिदिन शहर में पानी की तंगी : आईसोलेटेड बोर बनाने की मिली मंजूरी

aapnugujarat

ગાંધીનગરને નવા મેયર મળ્યા

editor

Leave a Comment

UA-96247877-1