Aapnu Gujarat
ગુજરાત

બાવલું પોલીસ ના મહિલા પી.એસ.આઈ સોનારાબેન ની સહારનીય કામગીરી


સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બીમારી ને કારણે સમગ્ર દેશમાં 3 મેં સુધી નું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કડી તાલુકા ના બાવલું ગામમાં ફરજ બજાવતા મહિલા પોલીસ પી.એસ.આઈ એસ.એન.સોનારા બેન દ્વારા સમગ્ર બાવલું ગામમાં તથા આજુબાજુ ના તમામ ગામમાં ચુસ્ત પણે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પી.એસ.આઈ. સોનારાબેન દ્વારા આજ રોજ થોડ,મેળાદરજ,બાવલું ગામમાં આજ સવારથી જ પોલીસ સ્ટાફ સાથે રાઉન્ડ ઉપર નીકળ્યા હતા.થોડ હાઈવે રોડ ઉપર બિનજરૂરી કામ વગર રોડ ઉપર ફરતાં વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ગામમાં રહેલી રેશનકાર્ડ દુકાનો પર જઇ ને મહિલા પોલીસ પી.એસ.આઈ સોનારાબેન દ્વારા દુકાન ઉપર વધારે ટોળેટોળા ના થાય તે માટે શાંતિ પુર્વક તે દુકાનદારો ને સોશિયલ ડિસ્ટન્સ રાખવામાટેની સમજણ આપવામાં આવી હતી. સમગ્ર આજુબાજુ ગામમાં પ્રેટોલિંગ દરમ્યાન ગામમાં લટારમારવા નીકળેલાં લોકો જાહેરનામાંનો ભંગ કરનાર લવાયેલ લોકોને બાવલું પોલીસ સ્ટેશનમાં કોરોના વાયરસ ના સંક્રમણ થી બચવા માટે સામાજિક અંતર રાખીને બેસાડીને સરકારની અપીલ નું ચુસ્તપણે પાલન થતું જોવા મળ્યું હતું. અને મહિલા પોલીસ પી.એસ.આઈ. સોનારા બેન દ્વારા સમગ્ર ગામના લોકો ને અપીલ કરવામાં આવી હતી કે કામસીવાય ઘર ની બહાર ના નિકડશો અને જો નિકડશો તો જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી સમજણ પૂવર્ક લોકો ને અપીલ કરવામાં આવી હતી ત્યારે અમુક રાજકીય હોદ્દેદારો પોતાની સતાં નો દૂરઉપયોગ કરી ને મહિલા પોલીસ પી .એસ.આઈ ના કામમાં અડચણરૂપ જોવા મળ્યા હતા પણ ગ્રામજનો દ્વારા સમગ્ર પોલીસ સ્ટાફ ને કામગીરીમાં સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો અને લોકડાઉન નું ચૂસ્તપણે પાલન જોવા મળ્યુ હતું
આપણું ગુજરાત ન્યુઝ-કડી
જૈમિન સથવારા

Related posts

અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૫૦ લાખ લોકોએ મુલાકાત કરી

editor

गीता रबारी प्रधानमंत्री मोदी से मिलीं

aapnugujarat

અમદાવાદમાં ફલાય ઓવર બ્રિજ નિર્માણના કામો ધીમા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1