Aapnu Gujarat
ગુજરાત

સંખેડા ટાઉનમાં લોકડાઉનનો લાભ ઉઠાવી જુગાર રમતા ૭ જુગારીઓની ધરપકડ કરતી સંખેડા પોલીસ….

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ધોરી ફળીયા ટાઉનમાં લોક ડાઉનનો લાભ ઉઠાવી જુગાર રમતા સાત જુગારિયાઓની ઉપર ચાંપતી નજર રાખી સંખેડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જી.એન.પરમાર તેમજ સ્ટાફ સાથે મળી જુગાર રમતા જુગારીઓની ધરપકડ કરી.

 જેમાં  જુગાર રમતા આરોપી નં ૧. મંગલસિંગ ઉકેળ તડવી રહે, સંખેડા ધોરી ફળીયા,  ૨.અમિત નરેન્દ્ર પંચોલી રહે, સંખેડા બજાર રોડ ૩.અજય હીરા પરમાર રહે.સંખેડા રોહિતવાસ ૪. રફીક મેમણ રહે, સંખેડા , નવાપુરા લીઝ ૫.દિપક રમણ રાણા રહે.સંખેડા છિપવાડા ૬. દિલીપ ગોવિંદ તડવી રહે.સંખેડા નાની છિપવાડ અને ૭. રફીક અબ્દુલા શેખ રહે.સંખેડા ભોઈવાડ તેઓની તમામની ધરપકડ કરવામાં આવી હતી.

જુગાર રમતા જુગારીઓ સામે ધારા કલમ ૧૨ મુજબ સંખેડા ટાઉનમાં ધોરી ફળીયામાં આરોપી નંબર (૧)ના ઘરની બાજુમાં આવેલ લીમડાનાં ઝાડ નીચે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમાડી દાવ ઉપરનાં જુદા જુદા દરની ચલણી નોટો રૂપિયા ૪,૬૦૦/- તથા આરોપી ૧ થી ૭ ની અંગ ઝડતીમાં જુદા જુદા દરની નોટો ૪૮૭૦/- તથા જુદી જુદી કંપનીના મોબાઈલ નંગ ૬ જેની કિંમત રૂપિયા ૩૧,૫૦૦/- તથા એક એકટીવા ગાડીની કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- કુલ મળી ૭૫,૯૭૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

वडोदार में एम्स ऑक्सीजन कंपनी में ब्लास्ट, 5 लोगो की मौत

aapnugujarat

કચ્છની પુરાતન વિરાસતને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો

editor

અમદાવાદમાં મિત્રએ કરી મિત્રની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1