Aapnu Gujarat
ગુજરાત

હિરપરી જુથ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ૧૦૦ જેટલી રાશન કિટોનું વિતરણ.

 સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે તેવા સમયે સરકાર દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે લોક ડાઉન જાહેર કરવામાં આવેલ તેવા સમયે મહેનત-મજૂરી કરને જીવન ગુજરાન ચલાવતા કુટુંબ પરિવારોનાં લોકોની સ્થિતિ દિવસેને દિવસે કફોડી બની ગઈ છે. તેવા સમયે  કેટલાક લોકો પોતાની માનવતાનાં ભાગરૂપે મદદ કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર તાલુકાની હિરપરી જુથ ગ્રામ પંચાયતમાં આવતા ગામડાઓ મેસરા , વાંકોલ , રતનપુર અને હિરપરી માં લોક ડાઉનને લીધે ખેત મજૂરી કામ સંપૂર્ણ ઠપ્પ થઈ જતાં મહેનત મજૂરી કરતાં લોકોની સ્થિતિ કફોડી બનતા આ મુશ્કેલ ઘડીમાં હિરપરી જુથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નયનાબેન રાજેન્દ્રભાઈ રાઠવા દ્વારા ઘરે ઘરે જઈને જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે રાશન કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હિરપરી જુથ ગ્રામ પંચાયતમાં આવતા ગામડાઓ જેવા કે મેસરા , વાંકોલ , રતનપુર અને હિરપરીનાં જરૂરિયાત મંદ લોકોને ઘર સુધી રાશન કિટોનું વિતરણ કરવાની સાથે-સાથે લોકો ને કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રિત કરવા માટે ગામના તમામ લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ પણ કરવામાં આવી હતી અને જ્યાં સુધી સરકાર શ્રી દ્વારા લોક ડાઉન પુર્ણ ન થાય ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સલાહ સૂચન આપવામાં આવી હતી .

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

પેટ્રોલ અને ડિઝલના મામલે સરકાર લોકોને રાહત આપે : પરેશ ધાનાણી

aapnugujarat

વડાપ્રધાન લોકતંત્રની હત્યા કરી રાજકીય ષડયંત્ર ન કરે : પ્રવિણ તોગડિયા

aapnugujarat

શ્રી પૃથ્વેશ્વર મહાદેવને ઋષિ પંચમી નિમિત્તે શ્રી અદભુત શણગાર

editor

Leave a Comment

UA-96247877-1