Aapnu Gujarat
ગુજરાત

લોક ડાઉનમાં પાન અને ગુટકા ખાનારાઓની કફોડી હાલત પાંચ ઘણા વધારે પૈસા ચુકવવાનો વારો….

    કોરોનાવાયરસના કહેર ચાલુ થયો છે ત્યારથી લોક ડાઉનની શરૂઆત થઇ જવા પામી છે ત્યારે પાન અને ગુટકાના બંધાણી ની હાલત કફોડી થઈ જવા પામી છે. વિમલ ગુટકા ના પેકેટ ના પાંચ ઘણા પૈસા વધારે આપીને પણ લોકોને ગુટકા ખાવાનો વારો આવ્યો છે.
     કોરોનાવાયરસે સમગ્ર વિશ્વમાં કહેર વરસાવી દીધો છે ત્યારે કોરોનાવાયરસ નું  સંક્રમણ  વધુ ના થાય તે અનુસાર લોક ડાઉન ની પરિસ્થિતિ અમલમાં આવી છે. સ્વાભાવિક રીતે જ લોકોને ઘરની અંદર બેસી રહેવાની ફરજ પડી છે બજારમાં પણ જીવન જરૂરિયાતની વસ્તુઓની જ દુકાનો ખુલ્લી રહે છે ત્યારે આવા સમયે પાન અને ગુટખાના બંધાણી ઓ પરેશાન થઈ જવા પામ્યા છે પાન તો છેલ્લા કેટલાક દિવસથી મળતા જ બંધ થઈ ગયા છે જેના સ્થાને લોકો પડીકીઓ ખાઇ રહ્યા છે.
      શરુઆતમાં દરેક ઠેકાણે પાન પડીકીઓના ગલ્લા વાળા પાસેથી છાની છૂપીથી ગુટકાની પડીકીઓ મળતી હતી તેથી ગુટકાના બંધાણીઓ નું કામ નિકળી જતું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દરેક ગલ્લાવાળા પાસે પણ ગુટકાનો સ્ટોક પૂરો થઈ ગયો છે ત્યારે વિમલ ગુટકા ના એક પેકેટ ના ૧૨૫ રૂપિયાના સ્થાને ૩૦૦ રૂપિયા ચુકવવા પડતા હતા, ત્યાર પછી ૪૦૦ રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો, જ્યારે હાલ ૫૦૦ રૂપિયા ચૂકવતા આ પડીકું મળે છે. આમ પાંચ ઘણા વધુ રૂપિયા ચૂકવીને લોકો પડીકી ખાય છે સોશિયલ મીડિયા ઉપર પણ ગુટકા ,તમાકુ માટે કાકલૂદી કરતા વીડિયો પણ વાયરલ થઈ ગયા છે તેમજ એકબીજાને ઓળખાણવાળા ગામેગામથી એકબીજા ઉપર ફોન કરી વિમલ ગુટકા નું  ગોઠવણ કરવામાં લાગી ગયા છે.
     આમ, વિશ્વમાં કોરોનાવાયરસ ના પગલે લોક ડાઉન થઈ જવા પામ્યુ છે ત્યારે પાન પડીકી ગુટકા ખાતા લોકોને સમયસર ન મળતા હેરાન પરેશાન થઇ ગયા છે. તેમજ પાંચ ગણા વધુ પૈસા ચૂકવીને પણ પડીકી ઓ ખાતા લોકો નજરે પડે છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

खाद्यचीजों में मिलावट पर दो व्यापारी को छह महीने जेल

aapnugujarat

सोहराब मामलाः डीजी वणजारा और आईपीएस दिनेश बरी हुए

aapnugujarat

मध्य प्रदेश का गुजरात पर कम बिजली देने का आरोप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1