Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લાની સ્વ-સહાય સંસ્થાની મહિલાઓ દ્વારા ઘેરબેઠા રોજના ૧૪૫૦ તૈયાર કરાતા ખાદીના માસ્ક….

      છોટાઉદેપુર જિલ્લાની સ્વ સહાય સંસ્થાની મહિલાઓ દ્વારા રોજના ખાદીના કપડા માંથી ઘેરબેઠા ૧૪૫૦ જેટલા માસ્ક તૈયાર કરી ખૂબ જ ઓછા ભાવે વિતરણ કરી કોરોનાવાયરસ ની લડતમાં આ મહિલાઓ સહાય કરી રહી છે. 

GLPC – ગુજરાત લાઈવલિહુડ પ્રમોશન કંપની એ રાજ્ય મા DAY – NRLM (દીનદયાલ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન) ના અમલીકરણ માટે ની સંસ્થા છે. આ સંસ્થા દ્વારા ગ્રામીણ ગરીબ મહિલાઓને સ્વ સહાય જૂથોમાં સંગઠિત કરી તેમને તાલીમ, માર્ગદર્શન, નાણાકીય સમાવેશન અને બજાર સાથે જોડાણ કરાવી ટકાઉ આજીવિકા પૂરી પાડવાનો છે.
આ માટે જિલ્લા કક્ષાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ મિશન મંગલમ શાખા દ્વારા તેનું અમલીકરણ કરવામાં આવેલ છે.
આજ ની સ્થિતિ એ છોટાઉદેપુર જિલ્લામાં ૯૪૫૦ જેટલા સ્વ સહાય જૂથો ની રચના કરવામાં આવેલ છે જેમાં ૧,૦૪,૦૦૦ થી વધુ બહેનો જોડાયેલ છે.જિલ્લા મા મુખ્યત્વે ખેતી, પશુપાલન, કેટરિંગ, કેન્ટિંન, સીવણ, હાટ બજાર જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે.
ત્યારે હાલ જિલ્લા માં લોક ડાઉન ની સ્થિતિ માં છોટા ઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા ના પાટિયા ગામ માં જય સદગુરુ સેલ્ફ હેલ્પ ગ્રુપ , જય ભોલે સેલ્ફ ગ્રુપ , જય દશા માં સેલ્ફ હેલ્પ ગ્રુપ, ની ૧૧ બહેનો અને બામરોલી ગામ ના ચામુંડા સેલ્ફ હેલ્પ ગ્રુપ , મેલડી માતા સેલ્ફ હેલ્પ ગ્રુપ , સદગુરુ સેલ્ફ હેલ્પ ગ્રુપ આમ પાટિયા અને બામરોલી સેલ્ફ હેલ્પ ગ્રુપ ની ૨૨ બહેનો દ્વારા લોક ડાઉન ની સ્થિતિ માં ઘરે બેસી રોજ ના ૧૪૫૦ જેટલા ખાદી માં થી માસ્ક બનાવવા માં આવે છે અને જિલ્લા આરોગ્ય શાખા માં ઉપરાંત ગ્રામ પંચાયત માં ડેરી ઓ માં માસ્ક બનાવી હોલસેલ ભાવે વેચાણ કરી રોજગારી મેળવી આર્થિક ઉપાર્જન ની સાથે સેવા પણ કરી રહી છે.
ખાદી માંથી બનાવવા માં આવેલ આ માસ્ક માત્ર રૂપિયા ૧૨ માં વેચાય છે. સરકારી વિભાગ અને સહકારી સંસ્થાઓ માં તેમજ ગ્રામ પંચાયત ના સરપંચો પણ જથ્થા બંદ માસ્ક ની માંગ ઉભી થતાં સખી મંડળની બહેનો સામાજિક અંતર જાળવી માસ્ક બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે.
છોટા ઉદેપુર જિલ્લા માં મિશન મંગલમ વિભાગ દ્વારા રો મટીરીયલ આવી જાય તો બીજા ઘણા સેલ્ફ હેલ્પ ગ્રુપો માસ્ક બનાવવા ની કામ ગિરિ શરૂ કરવા માં આવશે તેમ જિલ્લા લાઇવલી હૂડ મેનેજર કેતન પંડિત જણાવ્યું હતું.
આમ છોટાઉદેપુર જિલ્લાની સ્વ-સહાય સંસ્થાના હેઠળ બનાવેલ મહિલાઓના ગ્રુપ દ્વારા રોજ ના ઘેર બેઠા ૧૪૫૦ જેટલા ખાદીના માસ્ક બનાવી આર્થિક ઉપાર્જન સાથે સાથે સમાજની સેવા કરવામાં આવી રહી છે.

ઇમરાન સિંધી… પાવીજેતપુર

Related posts

સોમનાથના સાનિધ્યમાં દેવ દિવાળીથી યોજાતો મેળો મોકૂફ

editor

CBI ने 2 बैंक धोखाधड़ी मामलों में 9 स्थानों पर की छापेमारी

editor

बीयू परमीशन पर संपत्ति कर आकलन का रास्ता खुलेगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1