Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ગાડલીયા લુહાર સમાજ સાત ફેરા સમુહ લગ્ન સમિતિ દ્વારા મહેસાણામાં સમુહ લગ્નનું આયોજન કરાયું

મહેસાણા ખાતે ગુજરાત ગાડલીયા લુહાર સમાજ સાત ફેરા સમુહ લગ્ન સમિતિ તેમજ નવજાત ગના પ્રસંગના દ્વિતીય સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહ લગ્નમાં ગાડલીયા લુહાર સમાજના ૧૬ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સપ્તપદીના સાત ફેરા સાથે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે અગ્નિની સાક્ષીએ ૧૬ યુગલો સંસારચક્રના પવિત્ર રથને આગળ ખેંચી જવા તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવાના સંકલ્પોેને સિદ્ધ કરવા સજીવનની કેડીએ પગલા માંડે છે. આ મહાયજ્ઞને જીવંત રાખવા ગાડલીયા લુહાર સમાજના સમાજ શ્રેષ્ઠીઓ અને સમાજ સેવીઓ પણ પોતાનું યોગદાન આપ્યું હતું. આ પવિત્ર જોડલાને સંસારની કેડીએ ચલાવવા માટે પ્રેરણા અને હિંમત આપતા રહે છે.
આજના આ મોંઘવારીેના જમાનામાં દીકરીના પિતાના ખભેથી ભાર ઉતારવા માટે સમુહ લગ્ન સમિતિ દ્વારા સખત મહેનત કરીને સમાજમાંથી આશરે ૩૦ ઉપરાંત ઘરવખરીની વસ્તુઓ (ચમચી થી માંડીને સેટી પલંગ સુધી)નો કરિયાવર દાનરૂપે લઈ દીકરીઓને આપવામાં આવ્યો હતો.
આ સમુહ લગ્ન સમારંભને સફળ બનાવવા માટે સાત ફેરા સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ ભુપતસિંહ બાલાણી, ઉપાધ્યક્ષ સંજયસિંહ રાઠોડ, મંત્રી પદ્માભાઈ સાહેબ ,કુંવરસિંહ રાઠોડ, સલાહકાર કિશોરસિંહ, મીડિયા પ્રભારી વિઠ્ઠલસિંહ અજાણી,સહ મંત્રી નરેશલખાણી તેમજ કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના પ્રમુખ દેવરાજ રાઠોડ, યુવા પ્રમુખ પ્રદ્યુમનસિંહ અજાણી, સંજયસિંહ, કરણસિંહ, ભાભર સમુહ લગ્ન સમિતિના પ્રમુખ અમરત સાખલા જ્યંતિ આઝાદ, આણંદ જીલ્લા ભાજપ કન્વીનર દેવરાજ રાહાણી સહિતના નામી અનામી અસંખ્ય કાર્યકરો હાજર રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- દેવરાજ રાઠોડ)

Related posts

બોટાદના રામપુરા ગામમાં CSC બીસી સખી પુષ્પાબેનની સરાહનીય કામગીરી

editor

અમદાવાદ શહેરના ખાણીપીણી બજારો પર સફાઈનાં મામલે કડક વલણ અપનાવવા કરાયેલ શરૂઆત

aapnugujarat

પ્રચાર ખર્ચ માટે વિવિધ ચીજ વસ્તુના લઘુત્તમ ભાવો નક્કી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1