Aapnu Gujarat
ગુજરાત

બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ઉત્કૃષ્ટ આઈઇસી કામગીરી કરવા બદલ જીલ્લા વિકાસ અધિકારી સહિત ટીમને સન્માનિત કરાઇ

દીકરીઓની ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય બન્યો છે અને ભારત સરકાર રાજ્ય સરકાર સહિત અનેક સંસ્થાઓ દ્વારા પણ દીકરીઓને બચાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત વર્ષભર અનેક જન જાગૃતિના કાર્યક્રમ જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શિલ્પા યાદવ, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન નોડલ ઓફિસર તથા જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, દર્શના પટેલ, શિરાલી પટેલ સહિતની બેટી બચાવો બેટી પઢાવો ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ઉત્કૃષ્ટ આઈઇસી કામગીરી કરવા બદલ જીલ્લા વિકાસ અધિકારી સહિત ટીમને સન્માનિત કરાઇ હતી. મહેસુલ મંત્રી કૌશિક પટેલે પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપી ને જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શિલ્પા યાદવ, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન નોડલ ઓફિસર તથા જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, દર્શના પટેલ, શીરાલી પટેલ સહીત બીબીબીપી ટીમનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ ટેબ્લો એ તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નરેન્દ્રસિંહ રાઠોડ ને અનેક લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જીલ્લા કક્ષાના ૭૧ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો કાર્યક્રમ બાવળા મુકામે યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ, ધારાસભ્ય કનુભાઇ પટેલ ,પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ અને આગેવાનો હાજર ૨હ્યા હતા.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

૧૨ જૂન, ૨૦૨૩ : વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : રાજ્ય સરકારે ગત વર્ષે ૧૫૫ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્તિ અપાવી

aapnugujarat

શિક્ષણમંત્રીશ્રીએ રણુ ગામે કન્યા શાળાની નવનિર્મિત ઇમારતનું કર્યું લોકાર્પણ

aapnugujarat

ઉત્તરાયણ પર્વ પર અકસ્માત કેસોને લઇ ૧૦૮ એલર્ટ પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1