Aapnu Gujarat
ગુજરાત

લોલીયા ગ્રામ પંચાયત દ્વારા પ્રજાસત્તાક પર્વન ઉજવણ કરાઈ

લોલીયા ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક શાળા દ્વારા ૭૧માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો દ્વારા સાંસકૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લોલિયા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુંજાભાઈ મંગાભાઈ વેગડા દ્વારા સંવિધાનના રચિયતા ડૉ ભીમરાવ આંબેડકર સાહેબનો ફોટો પ્રાથમિક શાળામાં ભેટ આપવામાં હતો તેમજ એક અનોખી પહેલ કરવામાં આવી જેમાં ભારતીય સંવિધાનના પુસ્તકનું સ્કુલના બાળકો તેમજ શિક્ષક ગણ તેમજ ગામના દરેક ગ્રામજનોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્યમાં દલિત સેના અમદાવાદ સંગઠન મંત્રી તરીકે પ્રવીણ વેગડા તરીકે મને આમંત્રણ મળ્યું તે માટે હું પુંજાભાઈ વેગડા ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ લોલીયા ગ્રામ પંચાયતનો આભારી છું. સરપંચ લોલિયા ગ્રામ પંચાયત તેમજ ગામના દરેક વડીલ આગેવાન સ્કુલ શિક્ષક ગણ તેમજ ગામના લોકોએ ખુબજ ઉત્સાહભેર આ કાર્યમાં સહયોગ આપ્યો અને સામાજિક સમરસતાનું ઉદાહરણ આપ્યું છે. અમારા ધોળકા તાલુકાના ધારાસભ્ય તેમજ કેબિનેટ મિનિસ્ટર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે જેવો સામાજિક સમરસતાના હિમાયતી હંમેશા રહ્યા છે તેમનું આ કાર્ય આગળ પણ અવિરત ચાલે તેવા અમે પ્રયત્ન કરીએ છીએ.
(તસવીર / અહેવાલ : પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

કડી શહેરમાં ભાજપના શહેર તથા તાલુકાના નવા હોદ્દેદાર નિમાયા

aapnugujarat

દેશના વિકાસમાં પારસી સમુદાયનું યોગદાન નોંધપાત્ર : વૈંકૈયા નાયડુ

aapnugujarat

હાલોલ-પાવાગઢ રોડ પર ટક્કરથી બાઇક બસને ટકરાતા દંપત્તિના મોતથી ભારે ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1