Aapnu Gujarat
ગુજરાત

કડી શહેરમાં ભાજપના શહેર તથા તાલુકાના નવા હોદ્દેદાર નિમાયા

કડી ખાતે ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલમાં ગુજરાત ભાજપના સંગઠન સંરચના ૨૦૧૯ અનુસાર કડી ભારતીય જનતા પક્ષના શહેર અને તાલુકાના નવા હોદ્દેદારની નિમણૂક કરવામાં આવી છે.
કડી ખાતે યોજાયેલ સંમેલનમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલ સહિત કડી એપીએમસીના ચેરમેન વિનોદ પટેલ તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલ સહિત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કડી શહેર ભાજપાના પ્રમુખ મહામંત્રીઓની વરણી કરાઈ. કડી શહેર પ્રમુખ તરીકે અરવિંદભાઈ પટેલ(કાપડીયા) તથા શહેર મહામંત્રી તરીકે જીજ્ઞેશ પટેલ તથા પારસ કર્ણિકની વરણી કરાઈ હતી. કડી તાલુકા પ્રમુખ તરીકે બીજી વખત પણ અશ્વિન પટેલ (કરણનગર) અને મહામંત્રી તરીકે કિરિટભાઈ પટેલ અને ઠાકોર શૈલેશરની વરણી કરવામાં આવી હતી.
નવા વરાયેલા હોદ્દેદારોમાં યુવાન અને જૂના પીઢ કાર્યકરોનો અનોખો સમન્વય જોવા મળ્યો છે. ભાજપના જિલ્લા પ્રમુખ સહિત હાજર અન્ય આગેવાનો દ્વારા નવા વરાયેલા હોદ્દેદારોનું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત અને શુભેચ્છા આપી કડી શહેર તથા તાલુકાના વિકાસના પ્રશ્નોને આગળ ધપાવશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

વિદ્યાપીઠ નજીક આંગડિયા લૂંટ-હત્યા કેસમાં તમામ છ આરોપીઓ ૧૧ દિનના પોલીસ રિમાન્ડ પર

aapnugujarat

ભાજપાના સંગઠન પર્વના રાષ્ટ્રીય સંયોજક શિવરાજસિંહ ચૌહાણ તા. ૨૮ અને ૨૯ ગુજરાતનાં પ્રવાસે

aapnugujarat

જીતુ વાઘાણી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1