Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુરમાં પલ્સ પોલિયો નાબુદી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

રવિવારે પલ્સ પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર પાવીજેતપુર ખાતે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત છોટાઉદેપુરના જગાભાઈ રાઠવા અને પાવીજેતપુર તાલુકાના સરપંચ અંકિત શાહ (મોન્ટુભાઈ)ના વરદ હસ્તે ૦ થી ૫ વર્ષનાં બાળકોનાં રસી પીવડાવીને પોલિયો કાર્યક્રમ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ગામના આગેવાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચૌધરી, એ.ડી.એચ.ઓ. ડૉ. સોની અને અધિક્ષક તાલુકા હેલ્થ ઓફિસર , મેડિકલ ઓફિસર અને આરોગ્ય કર્મચારી ઉપસ્થિત રહ્યા હતાં. સરકારના પલ્સ પોલિયો કાર્યક્રમ હેઠળ છોટાઉદેપુર જિલ્લાનાં ૦ થી ૫ વર્ષનાં ૧૫૧૪૪૨ બાળકોને રસી પીવડાવવામાં આવી હતી.
પાવીજેતપુર તાલુકાનાં ૦ થી ૫ વર્ષનાં બાળકો ૨૩૯૬૨ને રસી પીવડાવવામાં આવશે જેમાં પ્રથમ દિવસે બુથ પર રસી અને તારીખ ૨૦-૧-૨૦૨૦ અને ૨૧-૧-૨૦૨૦ એમ બે દિવસ આરોગ્ય કર્મચારી ઘરે ઘરે જઈને પોલિયોની રસી પીવડાવવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત પાવીજેતપુર તાલુકાનાં ૫૪૨ આરોગ્ય કર્મચારી જેમાં નર્સ બહેનો , આશા બહેનો , મેલેરિયા કર્મચારીઓ તેમજ મેડીકલ ઓફિસર દ્વારા કામગીરી કરવામાં આવશે. ગામના આગેવાનો જાગૃત નાગરિક સાથે બેઠક કરી બેનર અને પોસ્ટર લગાવીને લોકજાગૃતિ તાલુકા હેલ્થ ઓફિસર પાવીજેતપુર ડૉ. વિકાસ રંજન દ્વારા માર્ગદર્શન પૂરુ પાડવામાં આવેલ છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

ભાજપના મળતીયા દ્વારા ગૌચરની જમીન પર કબજો : મનીષ દોશી

aapnugujarat

गुजरात में आज से शुरु होगी नॉमिनेशन प्रक्रिया

aapnugujarat

યુવતીનું સ્ત્રીબીજ કાઢી લેનાર પિયુષ પટેલની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1