Aapnu Gujarat
ગુજરાત

એક્ટિવ મિડિયા ગ્રૂપ હિંમતનગર દ્વારા આયોજિત ત્રિદિવસીય સારવાર કેન્દ્ર ખુલ્લુ મુકાયું

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે એક્ટિવ મિડિયા ગ્રૂપ દ્વારા ત્રિદિવસીય સારવાર કેન્દ્ર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.શહેરના સહકારીજીન રોડ પાસે આવેલ એસબીઆઇ બેન્ક પાસે સારવાર કેન્દ્રનું ઉદ્ઘાટન આજરોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડૉ. રાજુલબેન દેસાઈ ( રાષ્ટ્રીય મહિલા આયોગ દિલ્હી )ના વરદહસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરાઈ હતી.૧૩,૧૪,૧૫ જાન્યુઆરી ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને હિંમતનગર તથા આજુબાજુના વિસ્તારમાં રેસ્ક્યુ કરી સારવાર માટે આગળ મોકલી આપવા કાર્યની શરૂઆત આજરોજ કરવામાં આવી હતી જેમાં જે.બી.પટેલ ( સાબરકાંઠા જિલ્લા પશુપાલન અધિકારી ), ડૉ. પરેશભાઈ પટેલ ( પશુ દવાખાનું હિંમતનગર ), જે.કે. રાઠોડ ( નિવૃત્ત ડીવાયએસપી હિંમતનગર ), પ્રતાપસિંહ દેવડા ( હિંમતનગર નગરપાલિકા ફાયર સ્ટેશન ), જયદીપ ગઢવી ( લોક સાહિત્યકાર વડાલી ), પિયુષ પટેલ ( આર્ટિસ્ટ ) તથા ૧૦૮ કર્મચારી અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨( એજાજ મેમણ ) ઉપસ્થિતિ રહી હતી તથા પત્રકાર મિત્રો સાથે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા એક્ટિવ મિડિયા ગ્રૂપના આયોજક ભારતસિંહ રાઠોડ, દિગેશ ભાઈ કડીયા, જયરામભાઈ દેસાઈ, નીકુલભાઈ શર્મા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા ચોક્કસ ક્ષેત્રોમાં નિયત પેરામીટર મુજબ નર્મદા જિલ્લાના સર્વાંગી પરિવર્તનનો “એક્શન પ્લાન” ઘડી કાઢવા કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા

aapnugujarat

સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઇ-પેમેન્ટ વ્યવસ્થા

aapnugujarat

અમદાવાદમાં મેઘમહેર : વેજલપુર ધોવાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1