Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો

શાળા આરોગ્ય કાર્યક્રમરાજયની ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવવાનો ગુજરાત સરકારનો ભગીરથ પ્રયાસ છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજયના નવજાત શિશુથી ૬ વર્ષ સુધીના આંગણવાડીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, માધ્યમિક શાળાના વિધાર્થીઓ તથા નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર કરવામા આવશે. સમગ્ર અમદાવાદ જીલ્લામાં તાઃ-૨૫/૧૧/૧૯થી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. વિરમગામ તાલુકામાં નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના ૫૪ હજારથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવશે. પ્રાથમિક શાળા ઝેઝરા ખાતે તાલુકાકક્ષાનો ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ મેણીયા, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડૉ.રાકેશ ભાવસાર, ડો.ધારા પટેલ, ડૉ.સાગર પરમાર, સુપરવાઇઝર કે.એમ.મકવાણા, નીલકંઠ વાસુકિયા, શાળાના આચાર્ય વિરમભાઇ કુમરખાણીયા, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલ, કુમરખાણ, મણીપુરા, ગોરૈયા, વાંસવા સહિત અર્બન હેલ્થ સેન્ટર વિરમગામના સેવા વિસ્તારમાં શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે.
વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમ તા. ૨૫/૧૧/૨૦૧૯ થી તા. ૩૦/૦૧/૨૦૨૦ સુંધી શાળાના બાળકોની આરોગ્ય તપાસની કરવામાં આવશે જેમાં પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને આંગણવાડીના બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સ્ટાફ તથા મેડીકલ ઓફિસર વડપણ હેઠળ બનાવેલ ટીમો દ્વારા ૪૫ દિવસ સુધી આરોગ્ય તપાસ કરવામાં આવશે અને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવશે અને સઘન સારવારની જરુર પડે તેવા સંદર્ભ સેવાવાળા બાળકોને વધુ તપાસ માટે રીફર કરીને ઘનિષ્ઠ સઘન સારવાર વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત દરેક શાળામાં શાળા આરોગ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. પ્રથમ દિવસે (સ્વચ્છતા દિવસ ) એ ગામ તથા શાળાની સામાન્ય સફાઈ, પાણીના સ્ત્રોત ગટરની સફાઈ, ઓષધિય વૃક્ષારોપણ પ્રદશન પંચાયત, વન, વોટર સપ્લાય વિભાગ દ્વારા કામગીરી કરશે, બીજા દિવસે (આરોગ્ય ચકાસણી) બાળકોની પ્રાથમિક તપાસ, રેલી,ભવાઇ જેવી લોક જાગૃતિના કાર્યક્રમ આરોગ્ય શિક્ષણ, બાળકોની ઉંચાઈ વજન, શિક્ષકો અને આરોગ્ય સ્ટાફ, આઈ.સી.ડી.એસ અને આશા બહેનો દ્વારા કરાશે. ત્રીજા દિવસે (પોષણ દિવસ) વાનગી હરિફાઇ, બાળ તંદુરસ્ત હરિફાઇ, તદુરસ્ત સગર્ભા હરિફાઇ,પૌષ્ટિક વાનગી પ્રદર્શન, દાદા દાદી મીટીંગ, શિક્ષકો આરોગ્ય સ્ટાફ આઈ.સી.ડી.એસ દ્વારા કરાશે. ચોથો દિવસે (તબીબી તપાસ) તબીબી અધિકારી દવારા બાળકોની આરોગ્ય તપાસ કરશે. આ ઉપરાંત વાલી મીટીંગ, યોજવામાં આવશે. પાંચમો દિવસે (સાંસ્કૃતિક દિવસ) સાંસ્કૃતિક કાર્યક્રમ,આરોગ્યપ્રદ રમતો વકતૃત્વ સ્પર્ધા, ગ્રામ સંજીવની સમિતિ મીટીંગ,ઇનામ વિતરણ, પુર્ણાહૂતિ કાર્યક્રમ કરાશે.
અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ મેણીયાએ જણાવ્યુ હતુ કે, શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષે અમદાવાદ જીલ્લામાં હ્રદયના ૨૨૧, કિડનીના ૮૫ બાળકો, કેન્સરના ૩૮, થેલેસીમીયા ૧૧ બાળકો, ૭ બાળકોના કાનના ઓપરેશન થયેલ એમ કુલ ૩૬૨ બાળકોને સુપર સ્પેશ્યાલીટી સારવાર આપવામાં આવેલ હતી.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

बीजेपी का मास्टर स्ट्रोक नहीं झेल पाएगी कांग्रेस

aapnugujarat

ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં હજુ કરોડોનો ટેક્સ ભરાયો નથી

aapnugujarat

રાજ્યમાં આકરી ગરમીનાં પ્રકોપ વચ્ચે માવઠું : ખેડૂતો ચિંતાતૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1