Aapnu Gujarat
મનોરંજન

સલમાન ખાનની આ હિરોઈન સાથે એક જ રૂમમાં રહેવા માટે મજબૂર

બૉલિવૂડના સુપર સ્ટાર તથા દબંગ અભિનેતા  સલમાન ખાનની મૂવી ‘વીરગતિ’ની અભિનેત્રી પૂજા ડડવાલ હમણાં તાજા સમાચારોમાં છવાયેલી છે. ગયા વર્ષે પૂજા ગંભીર રીતે ટીબીની બીમારી નો સામનો કરી રહી હતી. ત્યારે સલમાન ખાને આશરે એક વર્ષ સુધી તેને સારવાર તથા ખાવા-પીવા માટેની બધો જ ખર્ચ જાતે ઉઠાવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી પૂજાની પાસે રહેવા માટે કોઈ ઠેખાણું ન્હોતું. ત્યારે સલમાન ખાનની ટીમે તેમને બધી જરૂરી સામાનની સાથે ગોવામાં એક રેન્ટલ હાઉસમાં શિફ્ટ કરી હતી. પહેલા પૂજા ગોવામાં રહેતી હતી પરંતુ તેમની પાસે પૈસા અને કામ ન હોવાથી તે મુંબઈ પરત આવી ગઈ હતી. પૂજા હમણાં મુંબઈના ઉપનગર અંધેરી વેસ્ટ વર્સોવા ગામમાં એક રૂમના મકાનમાં પેઈન ગેસ્ટ તરીકે રહે છે.

જાણવા મળ્યું છે કે, સલમાન ખાનની સાથે મૂવી ‘વીરગતિ’ (1995)માં જોવા મળી હતી. હિરોઈન પૂજા ડડવાલ બીમારીનો સામનો કરીને સામાન્ય જીવનમાં પાછી ફરી છે. બીમારીમાંથી સાજી થયા બાદ પૂજા હવે મૂવીમાં વાપસી કરવા માંગે છે. પૂજાની આ આશા ઝલદી પૂરી થશે. લેખક તથા નિર્દેશક અનીસ બઝ્મીએ એક વેબસાઈટ સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો હતો કે તે ફિલ્મમાં પૂજાને એક તક આપશે. તેમણે કહ્યું હતું કે, ‘તેઓ તેમની નવી આવનારી ફિલ્મમાં પૂજાને તક આપશે. લાગણીહંમેશા કરિયરથી ઉપર હોય છે.’

હમણાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં પૂજાએ જણાવ્યું હતું કે, ‘મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રી બે દશકા પહેલા છોડી દીધી હતી. પરંતુ હવે પાછી ફરવા માંગુ છું. ટીવી, ફિલ્મ કે ડિજિટલ મીડિયાના કોઈ પણ કામ હોય જે મારા લાયક હશે તો તે હું જરૂર કરીશ.’ પોતાની બીમારીના દિવસોને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, શરુઆતમાં મને ખબર પણ ન પડી કે મને ટીબી છે. ફેમિલી પણ કોઈ જ પ્રકારની મદદ ન કરી. એ સમયે મને લોહીની ઉલ્ટી થતી હતી. મારા વાળ ઝડપથી ખરવા લાગ્યા હતા.’

પૂજાએ આગળ જણાવતા કહ્યું હતું કે, ‘ જ્યારે સમાચાર મીડિયા સુધી પહોંચ્યા ત્યારે મારા વિશે સલમાન ખાનને ખ્યાલ આવ્યો હતો. ત્યારપછી તેમણે મારી ઘણી મદદ કરી હતી. તેમની ટીમ મને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવા માંગતા હતા પણ મેં શિવડીની ટીબી હોસ્પિટલમાં મારી સારવાર કરાવી. કારણે મેં સાંભળ્યું હતું કે, અહીં સારી સારવાર થાય છે. ત્યારપછી સલમાન ખાનની ટીમે એ સરકારી હોસ્પિટલને જ પ્રાઈવેટ જેવી કરી દીધી.’

Related posts

किक २ का डायरेक्शन करेंगे रोहित

aapnugujarat

હાલ સુશાંતસિંહ રાજપુત તેના ફેન્સમાં લોકપ્રિય

aapnugujarat

SSR CASE : ईडी ने भेजा जया साहा को समन

editor

Leave a Comment

UA-96247877-1