Aapnu Gujarat
મનોરંજન

હાલ સુશાંતસિંહ રાજપુત તેના ફેન્સમાં લોકપ્રિય

એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી અને રાબ્તા જેવી ફિલ્મના કારણે ચાહકોમાં પોતાની લોકપ્રિયતા જમાવી લેનાર સુશાંતસિંહ રાજપુત હવે બોલિવુડમાં એક ઉભરતા સ્ટાર તરીકે છે. ગઇકાલે સવારે સુશાંત સવારમાં પોાના ફેન્સની સાથે વાત કરવા માટે ઓફિશિયલ ટ્‌વીટર એકાઉન્ટ પર ઓનલાઇન થયા હતા. સુશાંતે ટ્‌વીટ કરીને કહ્યુ હતુ કે લેટ્‌સ ટોક્સ, ત્યારબાદ તેની પાસે રોમાંચક ટ્‌વીચ આવવા લાગી ગયા હતા. સુશાંતે પણ પોતાના ચાહકોને નિરાશ કર્યા ન હતા. સુશાંતે તમામ ટ્‌વીટના જવાબ પણ આપ્યા હતા. સૌથી રોમાંચક બાબત તો એ વખતે બની હતી જ્યારે સુશાંતને એક ફેન્સે તો લગ્ન કરવાની ઓફર કરી દીધી હતી. સ્નેહલ મહાજન નામની આ ફેન્સે ટિ્‌વટ કરીને કહ્યુ હતુ કે તે તેની સાથે લગ્ન કરવા માટે ઇચ્છુક છે. તે તેના પ્રેમમાં કેટલાક વર્ષોથી છે. પોતાના ફેન્સને નિરાશ કર્યા વગર સુશાંતે કહ્યુ હતુ કે આપે આ પ્રશ્ન કરવામાં એટલો સમય કેમ લીધો છે. સુશાંત હાલમાં પોતાની આગામી ફિલ્મ ચંદા મામા દુર કે ને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મના શુટિંગને આગળ વધારી દેતા પહેલા તે નાસામાં ખાસ ટ્રેનિંગ મેળવી ચુક્યો છે. સાથે સાથે શુટિંગની કેટલીક બાબતો પણ શેયર કરી છે.
સુશાંત સિંહ રાજપુત હાલમાં કેટલાક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તેની હાલમાં લોકપ્રિયતા સતત વધી રહી છે. વિતેલા વર્ષમાં પણ તે કેટલાક મોટા પ્રોજેક્ટમાં કામ કરી ચુક્યો છે. જેમાં આમીર ખાન અભિનિત પીકેનો સમાવેશ થાય છે. બીજી બાજુ સુશાંતની હાલમાં કૃતિ સનુન સાથે પ્રેમ સંબંધને લઇને પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે. કૃતિ પાસે પણ અનેક મોટી ફિલ્મ છે.

Related posts

સુશાંતના પિતાએ આ એક્ટ્રેસ પર લગાવ્યા ચોંકાવનારા આરોપ, કહ્યું ૧૭ કરોડ મારા દિકરાના…

editor

दीपिका से शादी के बाद रणवीर पर तीन चीजों के लिए बैन

aapnugujarat

મલાઈકા અને અર્જૂન કપૂર લગ્ન કરવાના છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1