Aapnu Gujarat
ગુજરાત

બેટી બચાવો થીમ પર દિકરીના પ્રથમ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

સામાન્ય રીતે દીકરા કે દીકરીના પ્રથમ જન્મ દિવસની ઉજવણી મોલ, મલ્ટીપ્લેક્ષ કે હોટલમાં જઇને પરિવાર સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ ખંભાત તાલુકામાં તલાટી તરીકે ફરજ બજાવતા ગૌરવભાઇ વાસુકિયાએ દીકરીનો પ્રથમ જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસમાં ફરજ બજાવતા નીલકંઠભાઇ વાસુકિયાની પ્રેરણાથી ગૌરવભાઇ તથા હેતલબેનના દીકરી નિયતી વાસુકિયાના પ્રથમ જન્મ દિવસની બેટી બચાવો થીમ પર ઉજવણી કરવામાં આવી હતી અને બેટી બચાવોનો સંદેશ લોકો સુધી પહોચાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નીલકંઠભાઇ વાસુકિયા, ગૌરવભાઇ વાસુકિયા, જગદિશભાઇ રાઠોડ, વંદનાબેન, હેતલબેન, લાભુબેન, ભાર્ગવ, શિવાંશ ઉપસ્થિત રહ્યા હતા.
બેટી બચાવો થીમ પર દિકરીના પ્રથમ જન્મ દિવસની ઉજવણી કરવા અંગે ગૌરવભાઇ વાસુકિયાએ જણાવ્યુ હતુ કે, મારા મોટાભાઇ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે અને અમારા પરિવારમાં દીકરા-દીકરી વચ્ચે ક્યારેય ભેદભાવ રાખવામાં આવતો નથી. દીકરો દીકરી એક સમાન જ છે. દીકરીને પણ જન્મવાનો અધિકાર છે. દીકરીની ભૃણમાં હત્યા કરવી એ મહાપાપ છે. ભારતવર્ષની સંસ્કૃતિમાં માતૃશક્તિને દેવી માનવામાં આવે છે. બેટી બચાવોનો સંદેશ લોકો સુધી પહોંેચાડવાના ઉમદા હેતુથી મારી દીકરી નિયતી ના પ્રથમ જન્મ દિવસની બેટી બચાવો થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. આજની દીકરીઓ પણ દીકરા સમોવડી છે. દીકરીઓની ઘટતી જતી સંખ્યાએ ચિંતાજનક બાબત છે. સૌ કોઇ એ સાથે મળીને દીકરીઓને બચાવવી જોઇએ અને દીકરીઓને પણ ઉત્તમ શિક્ષણ આપવું જોઇએ.

(ન્યુઝ.વિરમગામ)

Related posts

કડીના નંદાસણ એસ્સાર પેટ્રોલપંપ નજીકથી પિસ્તોલ તેમજ ચાર જીવતા કારતૂસ સાથે બે શખ્સો ઝડપાયા

aapnugujarat

ભરૂચની કિમ નદીનો પુલ જર્જરિત

aapnugujarat

ભાજપની ગડબડીના કારણે કોંગ્રસને ઓછી બેઠકો મળી : કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઇલેકશન પિટિશન કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1