Aapnu Gujarat
ટેકનોલોજી

આવા ગૃપોથી રહો કાયમ માટે દૂર, નહીં તો વોટ્સએપ તમને કરી દેશે બ્લોક

પ્રખ્યાત મેસેજિંગ એપ વૉટ્સએપ કેટલાક દિવસોથી પોતાના પ્લેટફૉર્મ ઉપર ‘શંકાસ્પદ નામ’ વાળા ગ્રૂપો ઉપર હંમેશા માટે રોક લગાવી રહ્યું છે. આવી પરીસ્થિતિમાં તમે ઇચ્છો કે વૉટ્સએપ તમને બેન ન કરે તો તમારે થોડાક ખાસ નામવાળા ગ્રૂપોથી બને એટલું દૂર રહેવું પડશે. જો તમે કોઈ શંકાસ્પદ નામ કે હેતુંવાળા વૉટ્સએપ ગ્રૂપમાં એડ છો તો આવા ગ્રૂપને છોડવામાં જ તમારી ભલાઈ છે. મેસેજિંગ પ્લેટફૉર્મ એવા યુઝર્સને પ્રતિબંધ કરી રહ્યું છે જે સંકાસ્પદ નામળાવા ગ્રૂપોના ભાગ છે. ઉદાહરણ તરીકે પેગાસસ સ્પાઈવેયર સાથે સંકળાયેલા નામવાળા ગ્રૂપ્સના યુઝર્સને બેન થઈ શકે છે.

એક યુઝર્સ Mowe11ની તરફથી સૌ પ્રથમ આ રિપોર્ટ સામે આવ્યો છે. યુઝર્સ પ્રમાણે કોઈ સભ્યએ તેમના યુનિવર્સિટી ગ્રૂપનું નામ ચેન્જ કરીને શંકાસ્પદ જેવું રાખી દીધું હતું. તેના કેટલાક સમય પછી વૉટ્સએપે તેમના આખા ગ્રૂપને બેન કરી દીધું હતું.

યુઝર્સે વૉટ્સએપનો સંપર્ક કર્યો તો તેણે ઑટોમેટિક મેસેજ આપ્યો કે તેમણે વૉટ્સએપની નિયમોનું પાલન કર્યુ નથી. જેના લીધે તેમને બેન કરવામાં આવ્યા છે. આવી પરીસ્થિતિમાં વૉટ્સએપ તમને બેન કરી દે તો દરેક વખત એક જ કારણ જાણવું જરૂરી નથી.

આ સિવાય વૉટ્સએપ તરફથી કોઈપણ પ્રકારની સફાઈ કે મદદ ગ્રાહકને મળતી નથી. એટલા માટે સારું રહેશે કે તમે આવા કોઈ ગ્રૂપનો ભાગ ન બનો. જેનું નામ કોઈ ગેરકાનૂની કે શંકાસ્પદ શબ્દો સાથે સંકળાયેલા છે. તમે કયા ગ્રૂપને શકાસ્પદ સમજો છો કે નહીં એ સંપૂર્ણ પણે તમારી સમજશક્તિ ઉપર નિર્ભર કરે છે.

Related posts

ભારતે ૪૩ એપ્સ પર પ્રતિબંધ મૂકતા ડ્રેગન ગિન્નાયું

editor

कोरोना के चलते देश में स्मार्टफोन के यूज में हुआ जबरदस्त इजाफा

editor

મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડમાં ભારત પાકિસ્તાન-નેપાળથી પણ પાછળ

editor

Leave a Comment

UA-96247877-1