Aapnu Gujarat
બ્લોગ

અહી કરવામાં આવે છે મૃત્યુનું ટ્રાયલ જેથી લોકો મૃત્યુનું મહત્વ જલ્દી સમજે…

કહેવામાં આવે છે કે જ્યારે તમે મૃત્યુને વધુ નજીકથી જુઓ છો ત્યારે તમે જીવનનું મહત્વ વધુ સમજો છો. આમ પણ જ્યારે મૃત્યુ વધુને વધુ નજીક આવે છે ત્યારે બધાને જીવન આકર્ષક લાગવા લાગે છે. બસ આ જ એક વિચાર સાથે દક્ષિણ કોરિયામાં જીવતા લોકો પોતાના અંતિમ સંસ્કારનો છેલ્લો અનુભવ કરે છે. આ માટે મફત સેવા આપવામાં આવે છે. દક્ષિણ કોરિયાના હ્યોવોન હીલિંગ સેન્ટરમાં 2012 થી હમણાં સુધી આશરે 25000 થી વધુ લોકો સામૂહિક અંતિમ સંસ્કાર દ્વારા પોતાની મૃત્યુને નજીકથી અનુભવ કરી ચૂક્યા છે. જેનાથી વિવિધ લોકોનું જીવન અને જીવવા પ્રત્યેના દ્રષ્ટિકોણમાં ઘણો બદલાવ આવ્યો છે.

સૂત્રોના કહ્યા અનુસાર 75 વર્ષીય ચો-જે-હી ભી હ્યોવોન હીલિંગ સેન્ટરમાં પોતાના અંતિમ વિધિ નો અનુભવ કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે મૃત્યુ વિષે વિચારતા જ જીવન સાથેનો અભિગમ ઘણો બધો બદલાઇ જાય છે. ચો-જે-હે આ સંસ્થાના ડાઇંગ વેલ કાર્યક્રમ દરમિયાન પોતાના અંતિમ સંસ્કારનો અનુભવ પણ કર્યો હતો.

ટીનેજરથી લઇને રિટાયર લોકો પણ આ પ્રોગ્રામમાં ભાગ બની ચૂક્યા છે. કાર્યક્રમ સાથે તમને કોફિનની અંદર દસ મિનિટ પસાર કરવાના હોય છે. જે સૌથી વધુ ચોંકવનારો અનુભવ મોટા ભાગના લોકો માટે હોય છે. આ ઉપરાંત પોતાના વસિયત પર પણ તમારે સહી કરવી પડે છે. અને તમારા અંતિમ સંસ્કારની તૈયારીઓ નીચે તમારો ફોટો પણ મૂકવામાં આવે છે.

કોલેજના 28 વર્ષના વિદ્યાર્થી ચોઇ જિન ક્યૂએ જણાવ્યું કે કોફિનમાં મને જ્યારે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો ત્યારે તેને અલગ જ અનુભવ થયો. તેણે જણાવ્યું કે હું હંમેશા બીજા લોકોથી પોતાની જાતની પ્રતિસ્પર્ધા કરતો. પણ અંદર ગયા પછી મને આ બધુ નકામું લાગવા લાગ્યું. મને કહ્યું કે ઇર્ષા તથા પ્રતિસ્પર્ધા કરવાથી કંઇ નહીં મળે.

ફ્યૂનરલ કંપની હ્યોવોનના પ્રમુખ જિયોંગ યોંગ મુને કહ્યું કે તેમની સંસ્થા આ નિશુલ્ક સેવા આપે છે જેથી લોકો જીવનનું મહત્વ સમજી શકે. જેથી તે માફી માંગતા અને માફ કરતા શીખી શકે અને જીવનને ફરી એક વાર સારી રીતે શરૂ કરવાનું વિચારી શકે.

Related posts

श्रीधरनजी : अपना कद छोटा क्यों करें ?

editor

ચૂંટણીનાં ચમકારા : ભાજપ-કોંગ્રેસનાં વિજયનાં ભણકારા

aapnugujarat

। धर्म पथ ।

aapnugujarat

Leave a Comment

UA-96247877-1